SURAT

સાવધાન: હોટલ-રેસ્ટોરન્ટમાં ખાણીપીણીના શોખીન સુરતીઓ આટલું જાણી લે..

સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણને કાબુમાં કરવા માટે તંત્ર દ્વારા હવે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ જેઓ કોરોનાના સુપર સ્પ્રેડરો બની શકે તેવા ક્ષેત્રના લોકોના દરરોજ મનપા દ્વારા ટેસ્ટીંગ (Testing) કરવામાં આવી રહ્યા છે. મંગળવારે મનપા દ્વારા શહેરભરની વિવિધ હોટલ તેમજ રેસ્ટોરન્ટના (Hotel Restaurant) કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કુલ 1166 લોકોને આવરી લેવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 31 પોઝિટિવ દર્દી મળી આવતા, મનપાએ લોકોને વધુ સાવચેતી રાખવા અપીલ કરી છે.

  • ઝોન ટેસ્ટ પોઝિટિવ
  • અઠવા 407 15
  • ઉધના 75 6
  • કતારગામ 162 5
  • વરાછા-એ 118 4
  • સેન્ટ્રલ 148 1
  • વરાછા-બી 225 0
  • રાંદેર 129 0
  • લિંબાયત 50 0
  • કુલ 1166 31

શહેરની આ સોસાયટીનાં સંચાલકો કોઈ સંક્રમિત વ્યક્તિ બહાર નિકળે તો તેની પાસેથી લે છે 500 રૂા.નો દંડ

સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેથી તંત્રની સાથે સાથે શહેરીજનો દ્વારા પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કડક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ઉધના ઝોનમાં બમરોલી વિસ્તારમાં રામેશ્વરમ ગ્રીન સોસાયટી, એપાર્ટમેન્ટ, રામેશ્વરમ ગ્રીન સોસાયટીમાં (Siciety) પોઝિટિવ કેસ હોવાથી બીજા કોઇ મેમ્બરને સંક્રમણ ન લાગે તે માટે સોસાયટીમાંથી કોઇપણ વ્યક્તિ બહાર નીકળે તો પ્રમુખ – સેક્રેટરી દ્વારા રૂા. 500નો દંડ (Fine) વસુલવામાં આવે છે. જે કામગીરીને મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા બિરદાવવામાં આવી હતી તેમજ મનપા (Municipal Corporation) કમિશનર દ્વારા અન્ય સોસાયટીવાસીઓને પણ આવી કામગીરી કરવા માટે અપીલ કરવામાં આવી છે.

દરમિયાન સુરત મહાનગરપાલિકા કમિશનર સહિતની ટીમ અઠવા પહોંચી હતી. જે વિસ્તારોમાં કે સોસાયટીઓમાં વધુ કેસ આવી રહ્યા છે તેવા એપાર્ટમેન્ટમાં જઈને મનપા દ્વારા લોકોને કોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરવા માટેની અપીલ કરી હતી. અઠવા ઝોન વિસ્તારમાં આવેલ અશોક પાન વિસ્તાર, અરનવ-ટુ-સીટીલાઈટ એરીયા, રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ અગ્રસેન ભવન પાસે, ઓફીરા કેનાલ રોડ-વેસુ, સેલેસીયમ ડ્રીમ કેનાલ રોડ-વેસુ તેમજ ઉધના ઝોન વિસ્તારમાં રામેશ્વરમ ગ્રીન-બમરોલી, શૃંગાલ રેસીડન્સી તથા ટેકસટાઈલ માર્કેટો સહિતના વિવિધ સંક્રમિત વિસ્તારોની મુલાકાત લઈ ત્યાંના રહીશોને કોરોના અંગે જરૂરી સમજ આપી કોરોનાના સંક્રમણને અટકાવવાના સુરત મહાનગરપાલિકાના મહા-અભિયાનમાં જરૂરી સાથ-સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

સંક્રમણ અટકાવવા બે અધિકારીઓને મનપામાં ડે.કમિશનર તરીકે મુકાયા

સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે. જેથી સંક્રમણને જલદીથી કાબુમાં લેવા માટે હાલમાં ફરીવાર સુરતમાં નોડલ ઓફિસર તરીકે એમ.થેન્નારાશનને મુકવામાં આવ્યા છે. સાથે હવે મનપામાં બે ડે.કમિશનર માટેનો પણ હુકમ કરવામાં આવ્યો છે. જેમાં અધિક જીલ્લા ચૂંટણી અધિકારી એચ.આર.કેલૈયા તેમજ મહેસુલ તપાસણી કમિશનર કચેરીના અધિક કલેક્ટર વર્ગ-1 ના અધિકારી યોગેન્દ્ર દેસાઈનો સમાવેશ થાય છે. શહેરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી તેમજ કોરોના સંક્રમણને તાકીદે કાબૂમાં લેવા માટે જરૂરી કામગીરીમાં મદદ મળે તે માટે આ બે અધિકારીઓને મનપામાં ડે.કમિશનર તરીકે મુકાયા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top