SURAT

શહેરની આ સોસાયટીનાં સંચાલકો કોઈ સંક્રમિત વ્યક્તિ બહાર નિકળે તો તેની પાસેથી લે છે 500 રૂા.નો દંડ

સુરત: (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેથી તંત્રની સાથે સાથે શહેરીજનો દ્વારા પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કડક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. ઉધના ઝોનમાં બમરોલી વિસ્તારમાં રામેશ્વરમ ગ્રીન સોસાયટી, એપાર્ટમેન્ટ, રામેશ્વરમ ગ્રીન સોસાયટીમાં (Siciety) પોઝિટિવ કેસ હોવાથી બીજા કોઇ મેમ્બરને સંક્રમણ ન લાગે તે માટે સોસાયટીમાંથી કોઇપણ વ્યક્તિ બહાર નીકળે તો પ્રમુખ – સેક્રેટરી દ્વારા રૂા. 500નો દંડ (Fine) વસુલવામાં આવે છે. જે કામગીરીને મનપા કમિશનર બંછાનિધિ પાની દ્વારા બિરદાવવામાં આવી હતી તેમજ મનપા (Municipal Corporation) કમિશનર દ્વારા અન્ય સોસાયટીવાસીઓને પણ આવી કામગીરી કરવા માટે અપીલ કરવામાં આવી છે.

દરમિયાન સુરત મહાનગરપાલિકા કમિશનર સહિતની ટીમ અઠવા પહોંચી હતી. જે વિસ્તારોમાં કે સોસાયટીઓમાં વધુ કેસ આવી રહ્યા છે તેવા એપાર્ટમેન્ટમાં જઈને મનપા દ્વારા લોકોને કોરોનાની ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરવા માટેની અપીલ કરી હતી. અઠવા ઝોન વિસ્તારમાં આવેલ અશોક પાન વિસ્તાર, અરનવ-ટુ-સીટીલાઈટ એરીયા, રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ અગ્રસેન ભવન પાસે, ઓફીરા કેનાલ રોડ-વેસુ, સેલેસીયમ ડ્રીમ કેનાલ રોડ-વેસુ તેમજ ઉધના ઝોન વિસ્તારમાં રામેશ્વરમ ગ્રીન-બમરોલી, શૃંગાલ રેસીડન્સી તથા ટેકસટાઈલ માર્કેટો સહિતના વિવિધ સંક્રમિત વિસ્તારોની મુલાકાત લઈ ત્યાંના રહીશોને કોરોના અંગે જરૂરી સમજ આપી કોરોનાના સંક્રમણને અટકાવવાના સુરત મહાનગરપાલિકાના મહા-અભિયાનમાં જરૂરી સાથ-સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

સંક્રમણ અટકાવવા બે અધિકારીઓને મનપામાં ડે.કમિશનર તરીકે મુકાયા

સુરત: શહેરમાં કોરોનાનું સંક્રમણ ખુબ જ વધી રહ્યું છે. જેથી સંક્રમણને જલદીથી કાબુમાં લેવા માટે હાલમાં ફરીવાર સુરતમાં નોડલ ઓફિસર તરીકે એમ.થેન્નારાશનને મુકવામાં આવ્યા છે. સાથે હવે મનપામાં બે ડે.કમિશનર માટેનો પણ હુકમ કરવામાં આવ્યો છે. જેમાં અધિક જીલ્લા ચૂંટણી અધિકારી એચ.આર.કેલૈયા તેમજ મહેસુલ તપાસણી કમિશનર કચેરીના અધિક કલેક્ટર વર્ગ-1 ના અધિકારી યોગેન્દ્ર દેસાઈનો સમાવેશ થાય છે. શહેરમાં કોરોના વેક્સિનેશનની કામગીરી તેમજ કોરોના સંક્રમણને તાકીદે કાબૂમાં લેવા માટે જરૂરી કામગીરીમાં મદદ મળે તે માટે આ બે અધિકારીઓને મનપામાં ડે.કમિશનર તરીકે મુકાયા છે.

કાપડ માર્કેટમાં સંક્રમણ અટકાવવાના પ્રયાસ

કાપડ માર્કેટ સહિત શહેરમાં લગાતાર વધી રહેલા કોરોનાના કેસોને લીધે ચિંતિત તંત્ર દ્વારા સાવચેતીનાં તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે. મનપાએ કાપડ માર્કેટમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવાથી ગાઇડલાઇન પણ બહાર પાડી છે. તે છતાં કોરોનાની ગતિ જોતાં બુધવારે મનપા કમિશનરે કાપડ માર્કેટનાં તમામ વેપારી સંગઠનોના અગ્રણી તેમજ વેપારીઓ સાથે મીટિંગ રાખી છે. અગાઉ પણ માર્કેટ કમિશનરે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે મીટિંગ કરી કોરોનાની ગાઇડલાઇનનુ પાલન કરવાની તાકીદ કરી હતી. તે છતાં કાપડ માર્કેટ સહિત શહેરના તમામ વિસ્તારોમા કોરોનાના કેસો વધી રહ્યા છે. કાપડ માર્કેટમાં દરરોજે લાખો લોકો અવરજવર કરે છે. તેથી અહીંથી કોરોના સંક્રમણ ઝડપથી ફેલાવાનો ભય છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top