SURAT

સુરતમાં અંગત પળોના ફોટા પાડીને યુવાને યુવતી પાસે કરાવ્યું આ કામ

સુરત: (Surat) બોયફ્રેન્ડ સાથે વધારે પડતી ફ્રેન્ડલી થતી યુવતીઓ (Girl) માટે ચેતવા જેવો કિસ્સો સાયરબ ક્રાઇમ દ્વારા નોંધવામાં આવ્યો છે. તેમાં અંગત પળોના ફોટા (Photo) સોશ્યલ મિડીયા પર વાયરલ કરીને યુવતી પાસેથી 4.20 લાખ રૂપિયા પડાવનાર યુવાનને સાયબર ક્રાઇમ દ્વારા જેલભેગો કરવામાં આવ્યો છે.

  • અંગત પળોના ફોટા પાડીને યુવાને યુવતી પાસેથી 4.20 લાખ રૂપિયા પડાવી લીધા
  • બોયફ્રેન્ડ સાથે વધારે પડતી ફ્રેન્ડલી થતી યુવતીઓ માટે ચેતવા જેવો કિસ્સો
  • રૂપિયા પડાવનાર યુવાનને સાયબર ક્રાઇમ દ્વારા જેલભેગો કરવામાં આવ્યો

પૂણા ગામ વિસ્તારમાં રહેતી યુવતી સાથે યુવકે મિત્રતા કેળવીને તેની સાથે શારિરીક સબંધ બાંધ્યા હતા. આ સમયે ઉતારેલા વિડીયો ફોટા વાયરલ કરવાની ધમકી આપી યુવતી પાસેથી રોકડા રૂપિયા અને દાગીના પડાવીલેવામાં આવ્યા હતા. જોકે આ મામલે યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી હતી. પૂણા ગામ વિસ્તારમાં યુવતીની નજદીક રહેતો વિષ્ણુ પંચાલ ઉર્ફે રોહિત પટેલનામનો યુવક યુવતીને આશરે છ વખત હોટલમાં લઇ ગયો હતો. વિષ્ણુએ યુવતી સાથે શારિરીક સબંધો બાંધીને તેનુ વિડીયો રેકોર્ડિંગ કર્યુ હતુ.

ત્યારબાદ તેણે યુવતીને બ્લેકમેલ કરવાનુ શરૂ કર્યુ હતુ. તેણે 80000 રૂપિયા રોકડા તથા સોનાના દાગીના જેમાં 2 નંગ સોનાની બંગડી , 1 નંગ કડુ 1 નંગ સોનાની ચેઇન ,3 નંગ સોનાની વિટી 1 નંગ સોનાનુ બ્રેસ્લેટ મળીને 4.20 લાખ રૂપિયા પડાવ્યા હતા. પોલીસ દ્વારા વિષ્ણુ પાસેથી તમામ મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. વિષ્ણુની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

વધુ એક મહિલાનો અંગત પળોનો વિડીયો વાયરલ કરતા સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ
સુરત : સાયબર ક્રાઇમમાં વધુ એક યુવતીના ફોટા મોર્ફ કરીને તેને સ્ટાફમાં તથા પરિવારજનોને ફોટા મોકલવામાં આવતા પોલીસે આરોપીને જેલ ભેગો કર્યો છે. આ મામલે આરોપી દિનેશભાઇ ભનુભાઇ ઠેસીયા, 61, અશ્વિન સોસાયટી, વિભાગ 2,ખોડિયાર નગર રોડ વરાછા દ્વારા યુવતીના ફોટા 19 મે બાદ યુવતીના મિત્ર અને પરિવારજનોમાં વાયરલ કરી દેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસ ફરિયાદ સાયબર ક્રાઇમમાં દાખલ કરવામાં આવી હતી. તેમાં ફેક એકાઉન્ટબનાવીને ફોટા મોર્ફ કરીને યુવતીને બદનામ કરવા માટે દિનેશ દ્વારા ફેક આઇડી બનાવીને આ કરતૂત આચરવામાં આવી હતી.

Most Popular

To Top