SURAT

મુંબઈના હીરાવાળા કાન ખોલીને સાંભળી લે, તમે વિચારો છો એવું સુરતના હીરાબુર્સની કમિટીએ કશું કર્યું નથી

સુરત(Surat) : શહેરના ખજોદ (Khajod) ખાતે સુરત ડ્રીમ સિટીનાં (DreamCity) એક મહત્વના પ્રોજેક્ટ તરીકે નિર્માણ પામેલા વિશ્વના સૌથી મોટા બુર્સ, સુરત ડાયમંડ બુર્સમાં (SuratDiamondBurse) 21 નવેમ્બર 2023થી ટ્રેડિંગ શરૂ થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમ માટે 12 આગેવાનોનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PMModi) ઉદ્ઘાટન માટે નિમંત્રણ આપવા 2જી ઓગસ્ટે દિલ્હી જશે.

  • સુરત ડાયમંડ બુર્સ કમિટી પ્રમુખ વલ્લભભાઈ લાખાણીએ BDB પ્રમુખને લખેલા પત્રની પ્રશંસા કરી
  • સુરત ડાયમંડ બુર્સએ પત્ર પોતાના સભ્યોને લખ્યો હતો, જે એનો અધિકાર છે, એને BDB સાથે કોઈ લેવાદેવા નથી
  • ઓફિસોનું ઈન્ટિરીયર કામ પૂર્ણ થવાના આરે, 4500 ઓફિસો પૈકી 400માં ડાયમંડ કંપનીઓ 21 નવે.થી વેપાર શરૂ કરશે

એ પહેલા વડાપ્રધાન સમક્ષ કેટલાક મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે સુરત ડાયમંડ બુર્સમાં ટ્રેડિંગ માટે કસ્ટમની અંતિમ મંજૂરી મળવાની બાકી છે. એ ઉપરાંત વિદેશી ડાયમંડ માઈનિંગ કંપનીઓના ઓક્શનને લઈને પણ ચર્ચા થઈ શકે છે.

દરમિયાન ગુરુવારે મળેલી સુરત ડાયમંડ બુર્સ કમિટીની બેઠકમાં પ્રમુખ વલ્લભભાઈ લાખાણીએ મુંબઈના બીકેસી સ્થિત ભારત ડાયમંડ બુર્સ (BDB)નાં પ્રમુખને લખેલા પત્રની પ્રશંસા કરી હતી. કમિટીએ જણાવ્યું હતું કે, ‘અમે કોઈને કહ્યું નથી ભારત ડાયમંડ બુર્સમાં વેપાર બંધ કરી સુરત આવો’.

SDAએ પત્ર પોતાના સભ્યોને લખ્યો હતો, જે એનો અધિકાર છે એને BDB સાથે કોઈ લેવા દેવા નથી. સુરત અને મુંબઈની 400 ડાયમંડ કંપનીઓએ ટ્રેડિંગ શરૂ કરવા સહમતિ આપી છે. અત્યારે 5,55,720 સ્કવેર ફૂટ એરિયામાં આવેલી ઓફિસોનું ઇન્ટીરીયરનું કામ પુર્ણ થવાના આરે છે. રૂ. 3,000 કરોડના ખર્ચે બાંધવામાં આવેલ સુરત ડાયમંડ બુર્સમાં અંદાજે 4,500 ઓફિસોનો સમાવેશ થાય છે. અત્યારે 400 ડાયમંડ કંપનીઓએ 21 નવેમ્બરથી વેપાર શરૂ કરવાની તૈયારી દર્શાવી છે.

સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી વધારવા વડાપ્રધાનને રજૂઆત કરાશે
સુરત ડાયમંડ બુર્સ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે બુર્સ કમિટીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર સંપૂર્ણ ભરોસો છે. પીએમઓ 2જી ઓગસ્ટનો સમય મુલાકાતનો આપશે, ત્યારે સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટીનાં મામલે વડાપ્રધાનને રજૂઆત કરાશે.

સુરતનો બાયલેટરલમાં સમાવેશ કરવા સાથે એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ઈન્ડિગો એરલાઈન્સને સુરતથી દુબઇ, સિંગાપોર, બેંગકોક, થાઇલેન્ડ, લંડન, બોત્સવાના અને બ્રસેલ્સની ફ્લાઈટ મળે એ માટે રજૂઆત કરવામાં આવશે. સુરત એરપોર્ટનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ લેવલનું ઊભું કરવા માટે પીએમ.નો આભાર પણ વ્યક્ત કરવામાં આવશે.

Most Popular

To Top