SURAT

ગરમીથી રાહત મેળવવા રાત્રે ઘરની બારી ખુલ્લી રાખીને સુઈ જવાનું હીરા વેપારીને મોંઘું પડ્યું

સુરત: (Surat) મોટા વરાછા ખાતે ગરમીથી રાહત મેળવવા રાત્રે ઘરની બારી (Window) ખુલ્લી રાખીને સુઈ જવાનું હીરા વેપારીને મોંધુ પડ્યું હતું. બારીમાંથી પ્રવેશીને બે તસ્કરો ઘરમાંથી લેપટોપ, મોબાઇલ ફોન અને 13 નંગ હીરા મુકેલી બેગ મળી કુલ 15.45 લાખની મત્તા ચોરીને (Theft) ભાગી ગયા હતા. હીરા વેપારીએ અમરોલી પોલીસમાં ફરીયાદ (Police Complaint) નોંધાવતા પોલીસ વધારે તપાસ હાથ ધરી છે.

અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મોટા વરાછાના રિવરવ્યુ રોડ સ્થિત પંચકુટીર સોસાયટીમાં રહેતો 26 વર્ષીય હાર્દીક ઝવેરભાઇ વસોયા મુળ અમરેલી ખાતે કુકાવાડના વતની છે. તે મહિધરપુરા ખાતે એલ.બી. ચોક સ્થિત દેવ નિરંજન બિલ્ડીંગમાં ભાગીદારીમાં હીરા લે-વેચનો ધંધો કરે છે. ગઈકાલે રાત્રે તે 13 હીરાનું પડીકું ઉપરાંત લેપટોપ બેગમાં મુકી બેડરૂમમાં સુઇ ગયો હતો. હવે ઉનાળાની ગરમી હોવાથી રાત્રે રૂમમાં થોડી ઠંડક રહે માટે તે રૂમની બારી વેન્ટીલેશન માટે ખુલ્લી રાખી હતી. બીજા દિવસે સવારે બેગ જગ્યા પરથી ગાયબ હતી. બેડરૂમની બારીની નીચે બેગમાં મુકેલા હાર્દિક અને તેની પત્નીનો પાસપોર્ટ ત્યાં જ હતો. પરંતુ લેપટોપ, મોબાઇલ ફોન અને 13 નંગ હીરા મુકેલી બેગ નજરે નહીં પડતા તુરંત જ સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં રાત્રે 1:15 કલાકે બાઈક પર આવેલા બુકાનીધારી બે ચોર પૈકી એક ચોર બારીમાંથી અંદર પ્રવેશી બેગ ચોરીને જતા નજરે પડ્યો હતો. હાર્દિકે કુલ 15.45 લાખની ચોરીની ફરીયાદ અમરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

અવધ ટેક્ષટાઈલ માર્કેટની દુકાનમાં બારીનો કાચ તોડી અંદર પ્રવેશી દુકાનના કાઉન્ટરમાંથી 2.20 લાખની ચોરી
સુરત: પુણા ખાતે અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલી દુકાનમાંથી તસ્કરે પાછળની બારીનો કાચ તોડી અંદર પ્રવેશી કાઉન્ટરના ખાનામાં મુકેલા 2.20 લાખ ચોરી કરી હોવાની ફરિયાદ પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ગોડાદરા ખાતે વિનાયકા હાઈટ્સમાં રહેતા 38 વર્ષીય શંકરભાઇ બુધ્ધમલ સૈની પુણા અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. તે મુળ રાજસ્થાન ચરૂના વતની છે. ગત 28 તારીખે શંકરભાઈ અને તેમના ભાઈ સુનિલ દુકાન બંધ કરીને ધંધાના રોકડા 2.20 લાખ રૂપિયા કાઉન્ટર ટેબલના ખાનામાં લોક કરીને મુકીને ગયા હતા. બીજા દિવસે સવારે દુકાનમાં આવીને જોતા દુકાનની પાછળની બારીનો કાટ તૂટેલો હતો. રાત્રે તસ્કર બારીનો કાચ તોડી અંદર પ્રવેશ્યો હતો. દુકાનના કાઉન્ટર ટેબલના ઉપરના ખાનામા મુકેલા રોકડા 2.20 લાખ રૂપિયા ચોરી કરી નાસી ગયા હતા.

Most Popular

To Top