SURAT

પોલીસે નવસારીના ખારેલ-ટાંકલ રોડ પરથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી

નવસારી: (Navsari) સુરત પ્રોહી. ડ્રાઈવ પોલીસે (Police) બાતમીના આધારે ખારેલ-ટાંકલ રોડ ઉપરથી 2.02 લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો હતો. જયારે દારૂ (Alcohol) મંગાવનાર અને દારૂ ભરાવનારને વોન્ટેડ (Wanted) જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, સુરત પ્રોહી. ડ્રાઈવ પોલીસે બાતમીના આધારે ખારેલ-ટાંકલ રોડ પરથી ગણદેવા ગામની સીમમાં આવેલા માઇનોર નહેર પાસેથી મહિન્દ્ર એક્સયુવી કાર (નં. જીજે-19-એએ-3324) ને રોકી તપાસ કરી હતી. જેમાંથી પોલીસને 2,02,800 રૂપીયાની વિદેશી દારૂની 372 નંગ બોટલો મળી આવતા વડોદરાના છાણીરોડ નવાયાર્ડ બસ સ્ટેન્ડ પાસે રસુલજીની ચાલમાં રહેતા મહમદ અનસ મીરખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. પોલીસે મહમદ અનસની પૂછપરછ કરતા વડોદરાના નવાયાર્ડ ફૂલવાડી ફતેગંજમાં રહેતા સાહિલ ઉર્ફે મુસ્તફા અનવર રાજે દારૂ ભરાવ્યો હતો અને મંગાવ્યો હોવાનું કબુલતા પોલીસે સાહિલ ઉર્ફે મુસ્તફાને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહિત 5 લાખની કાર અને 50 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 7,52,800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

વિરાવળ ગામ પાસેથી 1.22 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
નવસારી : નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે વિરાવળ ગામ મીથીલા નગરી જવાના રસ્તા પરથી 1.22 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. એકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે વિરાવળ ગામ પૂર્ણા નદીથી મીથીલા નગરી જવાના પાકા ડામર રસ્તા પર ઝાડી-ઝાંખરાની આડમાંથી 1,22,400 રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂની નાની-મોટી બોટલો 420 નંગ અને 304 નંગ બિયરની બોટલો જપ્ત કરી હતી. સાથે જ પોલીસે 20 હજાર રૂપિયાની બ્લેક રંગની નંબર પ્લેટ વગરની એકટીવા મોપેડ મળી કુલ્લે 1,42,400 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે વિરાવળ ગામના ચોરમલા ફળીયામાં રહેતા સંજયભાઈ વલ્લભભાઈ પટેલને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top