National

સીએમ ખટ્ટર: હરિયાણામાં ચાર વર્ષના કાર્યકાળ પછી અગ્નિવીરોને સરકારી નોકરીની ગેરેંટી

ચંદીગઢ: મુખ્યમંત્રી (CM) મનોહર લાલ ખટ્ટરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના (International Yoga Day) અવસરે મંગળવારે જાહેરાત કરી હતી કે, હરિયાણા (Hariyana) સરકાર સશસ્ત્ર દળોમાં તેમના ચાર વર્ષનો કાર્યકાળ પૂરો થયા બાદ અગ્નિવીરોને ગેરેન્ટીડ (બાંયધરીકૃત) રોજગાર પ્રદાન કરશે. મુખ્યમંત્રીનું આ નિવેદન ત્યારે આવે છે જ્યારે દેશમાં કેટલાય અન્ય ભાગોની જેમ રાજ્યમાં પણ આર્મી, નેવી અને વાયુ સેનામાં સૈનિકોની ભરતી માટે કેન્દ્રની અગ્નિપથ યોજનાની વિરુદ્ધમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. ત્યાર બાદ મોટા ભાગના લોકોને ગ્રેચ્યુટી અને પેન્શનના લાભો વિના ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવે છે. ભિવાની ખાતે રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારોહને સંબોધતાં ખટ્ટરે કહ્યું હતું કે, ”હું જાહેરાત કરું છું કે જે કોઈ પણ અગ્નિવીર હરિયાણાની સરકારી સેવાઓમાં જોડાવા માંગે છે તેમને ગેરેંટીવાળી નોકરી (Job) આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ નોકરી વગર જશે નહીં. અમે આ માટે ગેરેંટી લઈએ છીએ.” મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, અગ્નિવીરોનો રાજ્યની ગ્રુપ સી સેવાઓ અને પોલીસ દળમાં સમાવેશ કરવામાં આવશે.

  • આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે હરિયાણાના મુખ્યમંત્રી સીએમ ખટ્ટરે કરી મોટી જાહેરાત
  • અગ્નિવીરો માટે હરિયાણામાં ઉત્તમતક
  • ગેરેંટી સાથે હરિયાણા સરકારમાં મળશે નોકરી
  • 25 ટકા ભરતીઓને નિયમિત સેવા માટે જાળવી રાખવામાં આવશે

કેન્દ્રએ ગયા મંગળવારે અગ્નિપથ યોજનાનું અનાવરણ કર્યું હતું. જે અંતર્ગત સાડા 17થી 21 વર્ષની વચ્ચેના યુવાનોને ચાર વર્ષના કાર્યકાળ માટે ત્રણ સેવાઓમાં સામેલ કરવામાં આવશે. 25 ટકા ભરતીઓને નિયમિત સેવા માટે જાળવી રાખવામાં આવશે. સેવાઓની યુવા પ્રોફાઇલને વધારવા માટે સરકારે આ યોજનાને દાયકાઓ જૂની પસંદગી પ્રક્રિયાના મુખ્ય ફેરફાર તરીકે રજૂ કરી હતી. કેન્દ્રએ ગુરુવારે આ વર્ષે ભરતી માટે ઉપલી વયમર્યાદા હળવી કરી 23 વર્ષ કરી દીધી છે કારણ કે યોજના સામે દેશમાં તીવ્ર વિરોધ ઊભો થયો છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે આજનો દિવસ ભારત માટે ગૌરવનો દિવસ છે. યોગ ફક્ત શારીરિક ક્રિયા નથી, પણ આપણો માનસિક, બૌદ્ધિક શારીરિક વિકાસ યોગથી જ થાય છે. આજે હરિયાણામાં દરેક બ્લોકમાં, જિલ્લામાં, સ્કૂલ અને કોલેજોમાં યોગ કાર્યક્રમ ચાલી રહ્યા છે.

Most Popular

To Top