SURAT

સુરતના વેડરોડ BRTS રૂટમાં દોડતી સિટીબસમાં લાગી આગ

સુરત: (Surat) બીઆરટીએસના રૂટ પર દોડતી બસોમાં વારંવાર આગ (Fire) લાગવાની ઘટનાઓ બનતી હોય છે, જેને કારણે બસમાં (Bus) સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી જતા હોય છે આવો જ એક બનાવ શુક્રવારે બપોરે વેડરોડ સ્થિત અખંડ આનંદ કોલેજ નજીક બન્યો હતો. જેની જાણ થતા જ ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ ઉપર કંટ્રોલ મેળવી લીધો હતો.

  • વેડરોડ બીઆરટીએસ રૂટમાં દોડતી સિટીબસમાં આગ
  • ડ્રાઇવરે બસને સાઈડમાં થંભાવી દેતા મુસાફરી કરતા પેસેંજરો ફટાફટ નીચે ઉતારી જતા તમામનો બચાવ

ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ, વેડ રોડ અખંડ આનંદ કોલેજની સામે બીઆરટીએસ રૂટમાં બસ નંબર (GJ-05-BZ-0751) દોડી રહી હતી. બપોરે 1:10 વાગ્યે બસની બેટરીમાં એકાએક સ્પાર્ક થતા ધુમાડા નીકળવાની શરુઆત થઇ હતી. બસના ડ્રાઇવરે બસને રૂટની સાઈડ પર થંભાવી દેતા મુસાફરો ટપોટપ નીચે ઉતારી ગયા હતા. બાદમાં ડ્રાઇવરે તુરંત ફાયર કંટ્રોલને જાણ કરતા કતારગામ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર સબ ઓફિસર રમેશ સેલરે જણાવ્યું હતું કે, બસમાં 7 જેટલા મુસાફરો સવાર હતા જોકે તેમનો બચાવ થયો હતો. સ્થાનિક લોકોએ પાણી છાંટીને આગને ઓલવી કાઢી હતી.

લીંબાયત મહાપ્રભુ નગરમાં પ્લોટમાં ગેસ પાઈપલાઈનમાં લિકેજ સર્જાતા આગ લાગી
સુરત: લીંબાયત મહાપ્રભુ નગર વિસ્તારના એક પ્લોટમાં ગુજરાત ગેસની પાઇપ લાઈનમાં લીકેજ સર્જવાને કારણે આગ લાગી જતા ભાગદોડ મચી જવા પામી હતી. તેની જાણ થતા ફાયરના જવાનો અને ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. પ્રાપ્ત જાણકારી મુજબ શનિવારે સવારે 8:15 કલાકે મહાપ્રભુ નગર ખાતે પ્લોટ નંબર-215 નજીક કેટલાક લોકોએ કચરો સળગાવ્યો હતો,દરમિયાન પ્લોટમાં આવેલી ગુજરાત ગેસ લાઈનમાં લીકેજ હોવાને કારણે આગ પકડાઈ ગઈ હતી.સ્થાનિક લોકોએ આગ ઉપર પાણીનો છાંટીને આગને ઓલવી કાઢી હતી તેવું ડુંભાલ ફાયર સબ ઓફિસર મનોજ શુક્લાએ જણાવ્યું હતું.

Most Popular

To Top