SURAT

ભાજપના કાર્યકર્તા સામે બળાત્કારની ફરિયાદ આપનાર યુવતીને ધમકી મળતા ઝેર ગટગટાવ્યું

સુરત: (Surat) ભાજપના (BJP) કાર્યકર્તા સામે બળાત્કારની (Rap) ફરિયાદ આપનાર ઉધનાની યુવતીને ફરિયાદ પરત ખેંચવા માટે ધમકી આપી પીછો કરવામાં આવતા યુવતીએ ઝેરી (Poison) દવા ગટગટાવી આપઘાતની કોશિશ કરી હતી. માતા-પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી અપાઈ રહી હોવાનું પીડિતાએ સારવાર દરમિયાન જણાવ્યું હતુ.

સુરતમાં ઉધનામાં રહેતી અને ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી ભાજપના કાર્યકરે અશ્લિલ ફોટા પાડી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચરવાના પ્રકરણમાં પીડિત યુવતીને કેસ પાછો ખેંચી લેવા ધમકી મળતા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પીડિત યુવતીએ પોલીસને (Police) જણાવ્યું હતું કે 15 દિવસ પહેલા જ્ઞાન પાટીલ નામનો યુવક જ્યાં હું કામ કરૂં છું ત્યાં આવ્યો હતો અને કહ્યું હતું કે, કેસ પાછો લઈ લે, વિશાલને તું ઓળખતી નથી બહાર આવીને તારા મમ્મી-પપ્પા અને ભાઈને મારી નાખશે. જણાવી દઈએ કે હાલ આરોપી વિશાલ જેલમાં કાચા કામની સજા કાપી રહ્યો છે.

આ છે ઘટનાની વિગત

ઉધનામાં રહેતી ધો. 12ની 17 વર્ષિય વિદ્યાર્થિની ગાંઘીકુટીર,ઉધના વિસ્તારમાં રહેતા આરોપી 21 વર્ષિય વિશાલ ઉર્ફ ભુષણ વિજય પાટીલ સાથે 1 વર્ષ પહેલાં પરિચયમાં આવી હતી. વિશાલે યુવતીના અશ્લિલ ફોટા તેમજ વીડિયો બનાવી બ્લેકમેલ કરી વાંરવાર રેપ કર્યો હતો. યુવતીએ ઘરે આ વાત કરી તો તેના પરિવારજનો વિશાલને આ મુદ્દે કહેવા જતા વિશાલે તેમની સાથે ઝઘડો કર્યો હતો. ઉપરાંત જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરી બદનામ કરવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા. વિશાલે હેરાનગતિ ચાલુ રાખતા યુવતીએ વિશાલ વિરુદ્ધ રેપ, બદનામી, પોક્સો અને આઈટી એક્ટ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

યુવતીએ દવા પી લેતા તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. યુવતીએ જણાવ્યું કે જ્ઞાન પાટીલ 4 દિવસથી મારો પીછો કરતો હતો. ઘર પાસે દારૂના નશામાં આવી ગાળો આપતો હતો. જેના ડરથી મે આપઘાત કરી લેવાના ઇરાદે જ દવા પીધી હતી. યુવતીની માતા એ જણાવ્યું હતું કે યુવતીએ રાત્રે અચાનક ઉલટી કરી હતી ત્યારબાદ જમીન પર તફડતા કહ્યું હતું કે તેણે દવા પી લીધી છે. યુવતીને બેભાન અવસ્થામાં 108 માં સિવિલ લઈ જવાઈ હતી.

Most Popular

To Top