સત્તા માટે યુદ્ધ: તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચે સંઘર્ષ શરૂ, બરાદરે કાબુલ છોડી દીધું

અફઘાનિસ્તાન (Afghanistan)માં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે, પરંતુ હજુ પણ કાયમી સરકાર અંગે અટકળો ચાલી રહી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે તાલિબાન (Taliban) અને હક્કાની નેટવર્ક (haqqani network) વચ્ચે ક્રેડિટને લઈને સંઘર્ષ શરૂ થયો છે, જે બાદ મુલ્લા અબ્દુલ ગની બરાદરે (Mulla baradar) કાબુલ છોડી દીધું છે.

તમને જણાવી દઈએ કે, મુલ્લા અબ્દુલ ગની બરાદારને તાલિબાન સરકારમાં નાયબ વડાપ્રધાન (deputy cm) બનાવવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા હક્કાની નેટવર્ક અને તેમની વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં બારાદારને ગોળી મારવાના સમાચાર સામે આવ્યા હતા. તાજેતરનો મામલો સામે આવી રહ્યો છે કે બારાદાર અને હક્કાની નેટવર્કના નેતા ખલીલ ઉર રહેમાન વચ્ચે ઝઘડો થયો છે. આ પછી, બંનેના સમર્થકો એકબીજા સાથે સતત અથડામણ કરી રહ્યા છે. હકીકતમાં, હક્કાની નેટવર્ક માને છે કે તેના આક્રમક વલણ અને લડવૈયાઓને કારણે જ અફઘાનિસ્તાનને સત્તા મળી છે. બીજી બાજુ, બારદાર માને છે કે તેમની મુત્સદ્દીગીરીને કારણે જ તાલિબાનનો વિજય થયો છે. આવી સ્થિતિમાં બંને પક્ષો વિજયનો શ્રેય લેવા માટે ટકરાયા છે.

મહત્વની વાત છે કે અમેરિકાએ સિરાજુદ્દીન હક્કાનીના માથા પર 5 મિલિયન ડોલર ($ 5 million) નું ઈનામ જાહેર કર્યું છે અને હવે તાલિબાને તેને નવી સરકારમાં મહત્વની જવાબદારી સોંપી છે.  ભયાનક આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કનો માસ્ટરમાઇન્ડ સિરાજુદ્દીન પાકિસ્તાન (Pakistan)ની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે પણ સંબંધ ધરાવે છે. તેને ISI નો પ્રોક્સી પણ માનવામાં આવે છે. તો બીજી તરફ અફઘાનિસ્તાનમાં નવી રચાયેલી તાલિબાની સરકારમાં નાયબ વડા પ્રધાન મુલ્લા અબ્દુલ ગની બરાદરનો પાકિસ્તાની પાસપોર્ટ (passport) અને ઓળખપત્ર (ID card) મળી આવ્યો છે.

સરકારમાં હિસ્સા અંગે પણ વિવાદ
તાલિબાન અને હક્કાની નેટવર્ક વચ્ચે સરકારી હિસ્સેદારી પર પણ વિવાદ છે. ખરેખર, હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનની સરકારમાં મુખ્ય ભૂમિકા ઈચ્છે છે, પરંતુ તાલિબાન નેતાઓ તે ઈચ્છતા નથી. આ બાબતે પણ બંને વચ્ચે વિવાદ સર્જાયો છે. તાજેતરમાં, સરકારની રચના દરમિયાન, બંને જૂથોમાં ગોળીબાર પણ થયો હતો, જેમાં બારાદારના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા હતા. બીબીસીએ તેના અહેવાલમાં કહ્યું છે કે બારાદાર કાબુલ છોડીને કંધાર ગયા છે. સૌથી પહેલા એક પ્રવક્તાનું નિવેદન આવ્યું કે બરદાર કંધાર સુપ્રીમ લીડરને મળવા ગયા હતા.

Related Posts