SURAT

વાહ રે સુરત પોલીસ! દારૂના કેસમાં પકડવાનો હતો મનીષ મારવાડીને અને પકડી લીધો આ વ્યક્તિને

સુરત: (Surat) સુરત રેલવે સ્ટેશનની એલસીબી પોલીસે (Police) દારૂની (Alcohol) હેરાફેરીના નાસતા ફરતા આરોપીને બદલે રિક્ષાચાલક આરોપીને પકડી પાડ્યો હોવાની વિગતો ચર્ચાનો વિષય બની છે. તેમાં જે વિગતો ચર્ચાઇ રહી છે તે પ્રમાણે રેલવેની એલસીબી પોલીસે મનીષ મારવાડી નામના આરોપીને બદલે મનીષ સિંહની ધરપકડ કરી હતી. એલસીબી દ્વારા આ છબરડો કરાતાં ઉચ્ચ અધિકારીઓ સુધી આ મામલો પહોંચ્યો છે. તેમાં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે ચક્રો ગતિમાન થયા હોવાની વાતો વહેતી થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ રેલવેની એલસીબી પોલીસના હે.કો. લાલાભાઇને મળેલી બાતમીના આધારે ગઇકાલે છેલ્લાં બે વર્ષથી દારૂની હેરાફેરીના કેસમાં નાસતા ફરતા આરોપી 33 વર્ષીય રિક્ષાચાલક મનીષ વિજયનારાયણ સિંહને પકડી પાડ્યો હતો. પરંતુ રેલવેમા દારૂની હેરાફેરીના ગુનામાં મનીષ મારવાડી નામના આરોપીના બદલે એલસીબી પોલીસે પ્રેસનોટ સાથે જાહેર કરેલા ફોટોમાં મનીષના ફોટા જાહેર કરી દીધા હતા. પરંતુ એલસીબી પોલીસે મનીષ મારવાડી જેવો ચહેરો ધરાવતા આરોપી મનીષ સિંહને દારૂનો આરોપી બતાવી દીધો હતો. આ બાબતે રેલવેના ડીવાયએસપીને પૂછતાં તેઓએ આ બાબતે એલસીબીને પૂછવાનું કહ્યું હતું. જ્યારે રેલવેના પીએસઆઇ તલાટીને પૂછવામાં આવતાં આરોપી સાચો હોવાનું રટણ કર્યું હતું.

ચેક રિટર્નના બે અલગ અલગ કેસમાં આરોપીઓને એક-એક વર્ષની સજા

સુરત : ચેક રિટર્નના બે અલગ અલગ કેસમાં આરોપીઓને એક-એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે જ આરોપીઓને 2 કરોડથી વધુની રકમનો દંડ પણ કરવામાં આવ્યો હતો.
આ કેસની વિગત મુજબ સી.એમ.સી. પ્રા.લી.ના નામથી પેકેજીંગનું કામ કરતા સુમિત યાદવની પાસેથી મંગલમ ઇન્ડસ્ટ્રીના માલિક વિકાસ યાદવએ કરોડો રૂપિયાનો માલ ઉધારીમાં ખરીદ કર્યો હતો. જેની સામે વિકાસ યાદવએ રૂા. 1.25 કરોડના ચેકો આપ્યા હતા. સુમિતભાઇ યાદવએ આ ચેક બેંકમાં જમા કરાવતા તે રિટર્ન થયા હતા. દરમિયાન સુમિતભાઇએ સુરતની કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં કોર્ટે આરોપી વિકાસ યાદવને તકસીરવાર ઠેરવીને 1.25 કરોડનો દંડ અને એક વર્ષની કેદની સજાનો હુકમ આપ્યો હતો.

જ્યારે બીજા બનાવમાં જી.જી. ઇન્ડસ્ટ્રીઝમાં કાપડનો વેપાર કરતા આનંદ પન્નાલાલ ગોયલની પાસેથી કનૈયા સિલ્ક મિલ્સના નામે વેપાર કરતા વેપારી કમલ હરિકિશન મંત્રીએ સને-2015માં રૂા. 84.56 લાખની કિંમતનો કાપડનો માલ ઉધારીમાં ખરીદ કર્યો હતો. તેની સામે 84.56 લાખના ચેકો આપવામાં આવ્યા હતા. આનંદભાઇએ આ ચેક બેંકમાં જમા કરાવતા તે રિટર્ન થયા હતા. બાદમાં આનંદભાઇએ વકીલ કેતન રેશમવાલા મારફતે સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. જેમાં કોર્ટે આરોપી કમલ મંત્રીને તકસીરવાર ઠેરવીને 1 વર્ષની કેદની સજા અને ચેકની રકમ ચૂકવી આપવાનો આદેશ કર્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top