National

કોરોનાને કારણે થયેલ દરેક મૃત્યુના કિસ્સામાં પરિવારને 50 હજારનું વળતર આપવા સરકારની તૈયારી

નવી દિલ્હી: (Delhi) સુપ્રીમ કોર્ટના (Supreme Court) સખત ઠપકા બાદ કેન્દ્ર સરકારે (Government) દેશમાં કોરોનાને (Corona) કારણે દરેક મૃત્યુના કિસ્સામાં પરિવારને 50 હજારનું વળતર (Compensation) આપવાનો નિર્ણય કર્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રકમ રાજ્ય એટલે કે રાજ્ય આપત્તિ રાહત ફંડ (State Disaster Relief Fund) દ્વારા આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ એનડીએમએ વળતર સંબંધિત માર્ગદર્શિકા બનાવી છે. જણાવી દઈએ કે દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 3.98 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.

વિવિધ અરજીઓની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની સામે સરકારે કહ્યું હતું કે તે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપી શકે નહીં. સરકારની આ દલીલ સાથે સુપ્રીમ કોર્ટે પણ સહમતી દર્શાવી હતી. કોર્ટ એમ પણ કહ્યું કે સરકારે પોતે પણ આવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી મૃતકના પરિજનોને સન્માનજનક રકમ મળે.

સરકારે સુપ્રીમ કોર્ટની નોટિસ પર પોતાના સોગંદનામામાં કહ્યું હતું કે ભૂકંપ, પૂર જેવી 12 પ્રકારની કુદરતી આફતો ડિઝાસ્ટર એક્ટના દાયરામાં આવે છે. આ આપત્તિઓમાં કોઈના મૃત્યુ પર રાજ્ય આપત્તિ રાહત ફંડ તરફથી 4 લાખ રૂપિયાનું વળતર આપવાની ખાતરી આપવામાં આવે છે, પરંતુ કોરોના રોગચાળો તેનાથી અલગ છે. પછી સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારની આ દલીલ સ્વીકારી. તેમણે કહ્યું હતું કે સરકારે પોતે નક્કી કરવું જોઈએ કે કોવિડ મૃતકોના સગાને કેટલી રકમ આપવી જોઈએ, પરંતુ વળતર તો આપવું જ જોઈએ.

જણાવી દઈએ કે 30 જૂને આપેલા આદેશમાં સુપ્રીમ કોર્ટે દેશમાં કોરોનાથી થયેલા મોત માટે વળતર આપવાનું કહ્યું હતું. કોર્ટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીને કહ્યુ હતું કે તે છ સપ્તાહમાં વળતરની રકમ નક્કી કરી રાજ્યોને જાણ કરે. કોર્ટનું માનવું છે કે આ પ્રકારની આપદામાં લોકોને વળતર આપવું સરકારનું કર્તવ્ય છે. પરંતુ વળતરની રકમ કેટલી હશે, તે નિર્ણય કોર્ટે સરકાર પર છોડી દીધો હતો. જોકે સરકારે આ મામલે કડક વલણ દાખવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે સરકારે વળતર તો આપવું જ જોઈએ. સરકારે એવી વ્યવસ્થા કરવી જોઈએ જેથી મૃતકના પરિવારના સભ્યોને સન્માનજનક રકમ મળી શકે. જેને પગલે સરકારે દરેક મૃત્યુના કિસ્સામાં પરિવારને 50 હજારનું વળતર આપવાની તૈયારી દર્શાવી છે.

Most Popular

To Top