Charchapatra

અંધશ્રદ્ધા એક રોજગાર?

બ્રાહ્મણ દરિદ્રતાની નિશાની તો જ્યોતિષ ભવ્ષ્ય વકતાની નિશાની પણ બંને નો દિશા અને ઉદ્દેશ એકજ, વ્યકિતના મગજમાં અંધવિશ્વાસ અને ડર ઉત્પન્ન કરી કરો કમાણી. ભારતમાં બ્રાહ્મણ અને જ્યોતિષ આ બેજ લોકોના એવા ધંધા છે જેમાં કદી મંદી શબ્દ ન આવે, ન કોઇ લાઇસન્સ, લેવુ પડે ન કોઇ અધિકારી સાથે ભ્રષ્ટ વ્યવહાર કરવો પડે, ન કોઇ પ્રૂફ આપવું પડે ન કોઇ ટેક્સ ચૂકવવો પડે, ન કોઇ મૂડીરોકાણ કરવું પડે કે ન કોઇ જગ્યાનું રોકાણ, ન કોઇ નિશ્ચિત સમયની જરૂર કે ન કોઇ ચોક્કસ જવાબદારી નિભાવવાની જરૂર, બસ, જાગ્યા ત્યારથી સવાર અને જયાં જઇને બે શબ્દ બોલો ત્યાં થઇ જાય લક્ષ્મીનો રેલો!

જન્મ હોય કે મરણ, લગ્ન હોય કે હવન, ગૃહપ્રવેશ હોય કે ધંધાની જગ્યાનું ઉદ્દઘાટન, ભારતનાં લોકોનો બ્રાહ્મણ વિધિ વગર મેળ ન પડે કારણ કે ડિજિટલ ભારતની ? પ્રજાની મુખ્ય કમજોરી અંધશ્રદ્ધા એવા દેશમાં બ્રાહ્મણ વિધિ સામાન્ય બાબત છે. ‘મુસીબત કોઇ પણ મુર્હત જોઇને નથી આવતી’ પણ ‘શુભ કામનાં નામે મુર્હત કઢાવવું જરૂરી છે’? પહેલાનાં જમાનામાં બ્રાહ્મણને જે દક્ષિણ આપો તે સ્વીકારી લેતા પણ હેવ તો બ્રાહ્મણોની દરેક વિધિમાં પેકેજ સિસ્ટમ આવી ગઇ છે બસ જેવો ગાલ તેવો તમાચો! હવે ના બ્રાહ્મણને તમે વિધિ મુજબ કપડાં કે વાસણ આપો તો ના પાડી દેશે અને કહેશે આ બધું તો ઘરમાં છે જ રોકડા આપી દો, શ્રાપ અને બદ:દુઆ ના ડરથી ભક્ત પણ ચુપચાપ રોકડા ઘણી આપે છે!

જે બ્રાહ્મણો પથ્થરની મૂર્તિમાં પ્રાણ પુરી શકે તે મૃત માનવીના શરીર માટે શા માટે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ન કરી શકે ? દરેક શાસ્ત્ર, વેદો, શંકરાચાર્ય, જયોતિષો, બત્રીસ કોટી દેવી-દેવતા, તીર્થ ધાર્મો, લાખો મંદિર-મસ્જિદો બધુ ભારત પાસે છે, દુનિયાનાં કોઇ દેશ પાસે નથી છતાં ભ્રષ્ટાચાર, દુરાચાળ, બળાત્કાર, બેરોજગાર, લૂંટફાટ, છળકપટમાં ભારત જ કેમ નંબર એક ? શા માટે લીંબુ, મરચા, ઘોડાની નાળ, દોરા-ધાગા, હીરા- માણેક- નંગ, શ્રીફળ- અગરબત્તી, તાવીજ-વીંટી ભારતમાં જ અશુભ ટાળવાની અને ભવિષ્ય બદલવાની ચીજ વસ્તુઓ ગણવામાં આવે છે ?

શા માટે દુનિયાના કોઇ જયોતિષની આગાહી આજ સુધી સાચી પડી નથી ? કુંડળીમાં મંગળ અને શનિની સાડાસાતી આ બે મુખ્ય હથિયાર છે જયોતિષના, આ બ્રાહ્મણ ‘CUM’ જયોતિષમાં બ્રાહ્મણ સંસ્કૃતમાં મંત્ર-જાપથી વિધિ કરી પૈસા ઓકાવે છે, જયારે જયોતિષ સામાન્ય સમસ્યાઓ, જેવી કે તમારા હાથમાં પૈસો ટકતો નથી, ઘરમાં કંકાસ રહે છે, ધાર્યુ કામ થતું નથી અને ભવિષ્ય લક્ષી યોજના બતાવતા કહે છે વિદેશ યોગ છે, પૈસાનું આયોજન થશે, બીમારીનું નિરાકરણ થસે બસ છેલ્લે તો સામે બેઠેલા વ્યક્તિનું ગજવું જ હલકું થશે જ થશે!
સુરત     – કિરણ સૂર્યાવાલા    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top