Business

16 વર્ષ પછી ભારતમાં થયો મોટો સોદો, આ 4 દેશોમાંથી ભારતમાં આવશે 100 અબજ ડોલર

નવી દિલ્હી: ભારત (India) અને 4 યુરોપિયન દેશોના સંગઠન યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચે 10 માર્ચ રવિવારના રોજ એક મહત્વપૂર્ણ વેપાર કરાર (Trade agreement) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના જણાવ્યા મુજબ EFTA દેશોએ આગામી 15 વર્ષમાં ભારતમાં 100 અબજ ડોલરનું રોકાણ (Investment) કરવાનું વચન આપ્યું છે. તેમજ આ ડીલથી 10 લાખ લોકોને રોજગાર મળવાની આશા છે.

EFTA સભ્ય દેશોમાં આઈસલેન્ડ, લિક્ટેંસ્ટેઈન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો સાથે થયેલા સોદા અંગે કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે EFTA દેશો દ્વારા કરવામાં આવેલા રોકાણમાં ગ્રીન એન્ડ વિન્ડ, ફાર્મા, હેલ્થ મશીનરી અને ફૂડ સેક્ટરનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રો સાથે જડાયેલી કંપનીઓ અને નોકરીઓ માટે નજીકના ભવીષ્યમાં મોટી તકો ઉપલ્બધ હશે. ETF દેશો આ ક્ષેત્રોમાં સૌથી વધુ રોકાણ કરશે. પીયૂષ ગોયલે કહ્યું કે આ ડીલમાં દરેક માટે તક છે અને ડીલ સાથે જોડાયેલા તમામ દેશોને તેનો ફાયદો થશે.

વાત 2008માં શરૂ થઈ હતી
આ દેશો સાથે પ્રથમ ડીલ માટે વાટાઘાટો 2008માં શરૂ થયો હતી. તેમજ 13 રાઉન્ડની ચર્ચા બાદ 2013માં વાટાઘાટોનો અંત આવ્યો હતો. ત્યાર બાદ ઓક્ટોબર 2016માં ફરી એકવાર EFTA દેશો સાથે ચર્ચા શરૂ થઈ. જેમાં કુલ 16 વર્ષમાં 21 રાઉન્ડની ચર્ચા બાદ હવે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. EFTA અને ભારત વચ્ચેનો કુલ વેપાર હાલમાં $18.66 બિલિયન (2022-23) છે. જેમાં સૌથી મોટો હિસ્સો સ્વિટ્ઝર્લેન્ડનો છે અને બીજો સૌથી મોટો હિસ્સો નોર્વેનો છે.

આ ડીલમાં શું સામેલ છે?
આ ડીલ 15 વર્ષના સમયગાળામાં 100 અબજ ડોલરના રોકાણ માટે કરવામાં આવી છે. ડીલ સાથે જોડાયેલા અધિકારીના જણાવ્યા મુજબ ભારતે કરાર પછીના 10 વર્ષોમાં $50 બિલિયનના રોકાણની માંગ કરી હતી અને બ્લોકના સભ્યો પાસેથી આગામી પાંચ વર્ષમાં $50 બિલિયનના વધારાના રોકાણની માંગ કરી હતી. આ ડીલમાં લાખો યુવાનોને રોજગાર મળશે.

આ ક્ષેત્રોને દૂર રાખવામાં આવ્યા હતા
ડીલ મુજબ ભારત આ દેશો માટે વિવિધ સામાનની આયાત જકાત પણ ઘટાડશે. જોકે આ ડીલમાં કૃષિ, સોયા, ડેરી અને કોલસાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેમજ ડીલ પૂર્ણ થયા બાદ હવે આ દેશોની સંસદની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. મંજૂરી મળ્યા બાદ ભારત સાથે મુક્ત વેપાર થશે.

શું સસ્તું થશે?
મુક્ત વેપાર શરૂ થયા પછી આ દેશોમાંથી ભારતમાં આવતા માલસામાનની કિંમતોમાં ઘટાડો થશે. કારણ કે ડીલ હેઠળ આ દેશો તેમની આયાત શુલ્ક ઘટાડશે. તેમજ ભારતમાંથી જતી ચીજવસ્તુઓની આયાત ડ્યૂટીમાં પણ ઘટાડો થશે. ઉદાહરણ તરીકે, સ્વિટ્ઝર્લેન્ડ કરતાં સ્વિસ ચોકલેટ, ઘડિયાળો અને બિસ્કિટ ભારતીય બજારમાં વધુ વેચાય છે. આવી સ્થિતિમાં આ ડીલ સાથે તેમની કિંમતો ઘટશે.

Most Popular

To Top