National

‘સુનો કોહલી’ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને યુઝર્સ ગાળો ભાંડી રહ્યાં છે, જાણો શું છે કારણ?

છેલ્લાં 24 કલાકથી સોશિયલ મીડિયામાં સુનો કોહલી (#SunoKohli) ટ્વીટ (Tweeter Trend) ટ્રેન્ડ કરી રહી છે. લોકો ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને (Virat Kohli) મણ મણની ગાળો ભાંડી રહ્યાં છે. હજુ તો વર્લ્ડકપ ચાલુ નથી થયો તે પહેલાં જ કોહલીને લોકો ધમકીઓ આપી રહ્યાં છે.

IPL બાદ દુબઈમાં T-20 વર્લ્ડકપ શરૂ થયો છે. ભારતીય ક્રિકેટ ટીમની મેચો શરૂ થવાને આડે હજુ કેટલાંક દિવસો બાકી છે. રવિવારે 24 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ મેચને લઈ ભારત અને પાકિસ્તાન બંને દેશોના ક્રિકેટ ફેન્સમાં ઉત્સાહનો માહોલ છે. પાકિસ્તાનીઓએ તો પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખેલાડીઓને ચોખ્ખી ધમકી આપી દીધી છે કે ભારત સામે હારી ગયા હતો દેશમાં પરત ફરશો નહીં.

આ તરફ વિરાટ કોહલીને પણ ભારતીય ક્રિકેટ ફેન્સ ધમકીઓ આપી રહ્યાં છે. એવું તો શું થયું કે T-20 વર્લ્ડકપની એકેય મેચ રમવા પહેલાં જ લોકો કોહલીને ગાળો ભાંડવા લાગ્યા છે. ચાલો જાણીએ.

વાત એમ છે કે IPL પૂરી થયા બાદ હાલમાં ખેલાડીઓ રિલેક્સ મૂડમાં છે. ત્યારે કોહલીએ એક પ્રમોશન વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી ભારતીયોને દિવાળીની ઉજવણી કરવાની ટીપ્સ આપી રહ્યાં છે. આ વીડિયોમાં આમ તો વાંધાજનક કશું જ નથી, પરંતુ દિવાળી ઉજવવા અંગે સેલિબ્રિટીની સલાહ કેટલાંક યુઝર્સને ગમી નથી.

આ વીડિયોમાં વિરાટ કોહલીએ કહ્યું છે કે, કોવિડની બીજી લહેરના લીધે ભારતીયો માટે પાછલા કેટલાંક મહિના ખુબ જ પીડાદાયક રહ્યાં છે. હવે દિવાળીનો તહેવાર ઉલ્લાસપૂર્વક ઉજવીને દુ:ખોને અલવિદા કરો. જોકે, આ આખાય વિડીયોમાં કોહલી ફટાકડા ફોડવા અંગે કશું જ બોલતો નથી. તેથી ટ્વીટર યૂઝર્સ નારાજ થયા છે.

યુઝર્સે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, દર વર્ષે કોહલી દિવાળી પર જ્ઞાનનો પેટારો ખોલવા આવી જાય છે. ઈદ, ક્રિસમસ પર કેમ તે કશું બોલતો નથી. કોહલીએ શિવકાશીના ફટાકડાનું ઉત્પાદન કરતા મજૂરો વિશે પણ વિચારવું જોઈએ.

ખરેખર દર વર્ષે દિવાળી પર ફટાકડાના લીધે એર અને નોઈઝ પોલ્યૂશનની દુહાઈઓ આપતા સેલિબ્રિટીઓ પર ટ્વીટર યુઝર્સનો ગુસ્સો ફાટ્યો છે. આ મામલે આ વખતે સોશિયલ મીડિયાના યુઝર્સના રોષનો ભોગ વિરાટ કોહલી બન્યો છે.

Most Popular

To Top