ડેવિસ કપ માટે સુમિત નાગલ આઉટ, યુકી ભાંબરીની વાપસી

ડેન્માર્ક સામે આવતા મહિનાથી યોજાનારા ડેવિસ કપ વર્લ્ડ ગ્રુપ વન પ્લેઓફ મેચ માટેની પાંચ સભ્યોની ભારતીય ટીમમાંથી સુમિત નાગલને બહાર મુકી દેવાયો છે. ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિએશન દ્વારા બુધવારે આ માહિતી આપવામાં આવી હતી. વર્લ્ડ રેન્કિંગમાં 222માં ક્રમે બેઠેલા સુમિતના સ્થાને ટીમમાં યુકી ભાંબરીને રમાડવામાં આવી શકે છે.

ટીમમાં રામકુમાર રામનાથન અને પ્રજનેશ ગુણેશ્વરન પણ સામેલ છે. આ ઉપરાંત ડબલ્સ સ્પેશિયાલિસ્ટ રોહન બોપન્ના અને દિવિજ શરણ પણ ટીમમાં છે. આ મેચો ચાર અને પાંચ માર્ચે દિલ્હી જીમખાના ક્લબમાં ગ્રાસકોર્ટ પર રમાશે.

Most Popular

To Top