SURAT

પતિના આપઘાત બાદ સાસરિયાઓથી જીવનું જોખમ જણાતા મહિલા સુરત આવી

સુરત: સુરતમાં અવનવા બનાવો બંતા રહે છે ત્યારે આવોજ એક બનાવ સામે આવ્યો છે. મહારાષ્ટ્રના ધુલિયામાં(Maharastra, Dhuliya) પત્ની અને પુત્રને માર માર્યા બાદ ઇસમે આપઘાત(Suisaide) કર્યો હતો. આપઘાત બાદ સાસરિયાઓ મહિલાને જાનથી મારી નાંખવા(Murder) શોધતા હતા, શનિવારના(Saturday) રોજ બનેલી ઘટના બાદ દીકરા સાથે ભાગીને સુરત(Surat) આવેલી મહિલાને આજે સારવાર માટે સિવિલ હોસ્પિટલ(New Civil Hospital) લવાઇ હતી. ત્યારબાદ આખી ઘટના(Incidence) સામે આવી હતી. સુરત પોલિસે(Surat Police) વધુ તપાસ હાથ ધરી છે.

સવિતા યોગેશ મિહારે (ઉ.વ. 31) એ જણાવ્યું હતું કે, ‘સાહેબ મને અને મારા માસુમ બાળકને પતિએ માર મારી બચકા ભર્યા હતા. એટલું જ નહીં પણ પોલીસને જાણ કરતાં પતિએ ઘરમાંથી ભાગીને ખેતરમાં ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. જેથી જેઠ અને દિયર મને અને મારા માસુમ દીકરાને મારી નાંખવા શોધી રહ્યા છે.’ એક મહિલાની વ્યથા સાંભળી ડોક્ટરો પણ ચોંકી ગયા હતા.

વધુમાં મહિલાએ જણાવ્યું હતું કે, ‘હું દીકરા સાથે પોલીસ સ્ટેશન ગઈ હતી. એ દરમિયાન યોગેશે ખેતરમાં પોલીસ પકડી જવાના ડરથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યોગેશના આપઘાત પાછળ પત્ની અને બાળકો જવાબદાર હોવાનું સમજી સાસરિયાઓ મને તલવાર અને કુહાડી લઈ મારી નાંખવા શોધી રહ્યા હતા. એક રાત પોલીસ સ્ટેશનમાં આશરો લીધા બાદ ભાઈની મદદથી ઘરે આવી હતી. અને ત્યારબાદ બીજા દિવસે સુરત મમ્મી પાસે આવી ગઈ હતી.’

આગળ મહિલાએ જણાવ્યુ હતું કે, ‘આજે પાડોશી બહેનની મદદથી સારવાર માટે સિવિલ આવતા ડોક્ટરોને તમામ હકીકત જણાવી હતી. મારા પહેલા પતિની અકસ્માતમાં મોત થયા બાદ મેં ત્રણ વર્ષ પહેલા મંદિરમાં યોગેશ સાથે બીજા લગ્ન કર્યા હતાં. અમે 5 મહિના પહેલા કોર્ટ મેરેજ કરી કોર્ટમાંથી સર્ટી મેળવ્યું હતું. ત્યારબાદ આ ઘટના બની હતી. નોકરી છોડી દારૂના રવાડે ચઢી જનાર યોગેશ આખો દિવસ બેકાર પડી રહેતો હતો. દારૂના નશામાં મારઝૂડ કરતો એજ ઝઘડાનું મુખ્ય કારણ હતું. બસ સાહેબ ન્યાય મળે એવી આશા રાખું છું.’ જણાવી દઈએ કે તેઓ મહારાષ્ટ્ર ધુલિયાના સાંકળી તાલુકાના થલવેલ ગામના રહેવાસી છે. ઘટના શનિવારની રાતની હતી. સુરત પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top