Sports

યુવરાજ સિંહની જેમ બુમરાહે સ્ટુઅર્ટ બોર્ડને ચારેતરફ ફટકાર્યો, એક ઓવરમાં ઠોક્યા 35 રન, બન્યો વર્લ્ડરેકોર્ડ

એજબેસ્ટન: ઈંગ્લેન્ડના (England) એબજેસ્ટનમાં ચાલી રહેલી ટેસ્ટ (edgebaston Test) મેચમાં વિકેટ કિપર બેટ્સમેન ઋષભ પંતના (Rishabh Pant) 146 અને સર રવિન્દ્ર જાડેજાના (RavindraJ adeja) 104ની મદદથી પહેલી ઈનિંગમાં ભારતીય ટીમે 416 રન બનાવ્યા છે. ટેસ્ટની પહેલી ઈનિંગનો પહેલો દિવસ ઋષભ પંતના નામે રહ્યો તો બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ રંગ રાખ્યો હતો. જાડેજાએ તેના ટેસ્ટ કેરિયરની ત્રીજી સદી ફટકારી હતી. જાડેજાએ 104 રન બનાવ્યા હતા. જાડેજાના આઉટ થયા બાદ ભારતીય કેપ્ટન બુમરાહે ઝડપી રમત દાખવી હતી. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બોર્ડની એક જ ઓવરમાં ભારતીય બેટ્સમેનોએ 35 રન ફટકાર્યા હતા, જેમાંથી 29 રન બુમરાહે માર્યા હતા. આ સાથે જ ટેસ્ટ ક્રેકિટના ઈતિહાસમાં એક જ ઓવરમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો હતો. સ્ટુઅર્ટ બોર્ડ એ જ બોલર છે જેને ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહે ટી-20માં 6 બોલમાં 6 સિક્સ ફટકાર્યા હતા.

એજબેસ્ટન ખાતે શનિવારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ફરીથી ગોઠવાયેલી પાંચમી ટેસ્ટના બીજા દિવસે એક ઓવરમાં 35 રન આપીને સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોંઘી ઓવર ફેંકી હતી. આકસ્મિક રીતે, તેમાંથી 29 રન ભારતના કેપ્ટન જસપ્રિત બુમરાહે ફટકાર્યા હતા. બુમરાહે ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બોર્ડની ઓવરમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોંઘી ઓવરનો રેકોર્ડ આ અગાઉ 28 રનનો હતો, જ્યારે બ્રાયન લારાએ ડિસેમ્બર 2003માં દક્ષિણ આફ્રિકાના રોબિન પીટરસનને એક ઓવરમાં 4,6,6,4,4,4માં માર્યા હતા.

પંત બાદ જાડેજાએ સદી ફટકારી
બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર ભારતે ઈંગ્લેન્ડ સામે ધમાકેદાર દેખાવ કર્યો છે. ટેસ્ટના પહેલા દિવસે ઋષભ પંતે પોતાના શાનદાર પ્રદર્શનથી ઈંગ્લેન્ડના બોલરોને ઘૂંટણિયે પાડ્યા હતા જ્યારે શનિવારે મેચના બીજા દિવસે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની સદી પૂરી કરી હતી. રવિન્દ્ર જાડેજા પ્રથમ દિવસની રમત બાદ 83 રન બનાવીને અણનમ રહ્યો હતો, બીજા દિવસે તેણે પ્રથમ સેશનમાં જ પોતાની સદી ફટકારી હતી. રવીન્દ્ર જાડેજાની ટેસ્ટ કારકિર્દીની આ ત્રીજી સદી હતી, વિદેશી ધરતી પર તેણે ફટકારેલી આ પ્રથમ સદી છે. રવિન્દ્ર જાડેજાએ એજબેસ્ટન ટેસ્ટમાં 194 બોલમાં 104 રન બનાવ્યા હતા, જેમાં 13 ચોગ્ગા સામેલ હતા. મુશ્કેલ સમયમાં જ્યારે રવિન્દ્ર જાડેજાએ ઋષભ પંત સાથે મોટી ભાગીદારી કરી અને ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી બહાર કાઢી.

આ અગાઉ ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરીને 416 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ટીમ ઈન્ડિયાએ એક સમયે 100 રનની અંદર પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ રિષભ પંતના 146 અને રવિન્દ્ર જાડેજાના 104 રનના કારણે ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી અને મોટો સ્કોર બનાવ્યો છે.

Most Popular

To Top