National

મહિલા રેસલર્સની બાજુમાં ઉભા રહી બ્રિજભૂષણે કરી હતી આવી હરકત, રેફરીના નિવેદનથી BJP સાંસદની મુશ્કેલી વધી

નવી દિલ્હી: યૌન ઉત્પીડનના (harassment) આરોપોથી ઘેરાયેલા રેસલિંગ એસોસિએશનના (WFI) પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની (BrijBhushanSharanSinh) મુશ્કેલીઓ વધુ વધી શકે છે. ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે દિલ્હી પોલીસ (DelhiPolice) શુક્રવારે મહિલા રેસલર (Wrestlers) સાથે તેના ઘરે પહોંચી હતી. આ પહેલા આંતરરાષ્ટ્રીય રેફરી (InternationalReffery) જગબીર સિંહે (Jagbirsinh) દિલ્હી પોલીસની સામે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ જુબાની આપી હતી.

રેફરી જગબીર સિંહે કહ્યું કે, એક મહિલા રેસલર બ્રિજભૂષણના દોરડાથી પોતાને મુક્ત કરી હતી. તેણીએ બ્રિજભૂષણને દૂર ધકેલી દીધો હતો. જગબીર સિંહ 2007 થી આંતરરાષ્ટ્રીય કુસ્તી રેફરી છે. એક ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બ્રિજ ભૂષણ મહિલા કુસ્તીબાજોની બાજુમાં ઉભા હતા. જેના કારણે મહિલા રેસલરો અસહજ અનુભવી રહી હતી. આટલું જ નહીં, તેણે જણાવ્યું કે તેમણે બ્રિજ ભૂષણને મહિલા રેસલરની બાજુમાં ઊભેલા જોયા હતા. કુસ્તીબાજ બ્રિજભૂષણથી છૂટી દૂર ગઈ, તેણે બ્રિજભૂષણને ધક્કો માર્યો હતો. ત્યાર બાદ પછી કંઈક કહીને જતી રહી હતી.

જગબીર સિંહે જણાવ્યું કે મહિલા રેસલર બ્રિજ ભૂષણની બાજુમાં ઉભી હતી, પરંતુ તે પછી સામે આવીને ઉભી રહી ગઈ. મેં જોયું કે આ મહિલા રેસલર કેવી પ્રતિક્રિયા આપી રહી હતી અને તે અસ્વસ્થ હતી. જગબીરે કહ્યું કે હું ફૂકેતમાં પણ હતો, હું લખનૌમાં પણ હતો અને મેં જોયું કે બ્રિજ ભૂષણ મહિલા રેસલર્સને હેરાન કરે છે.

હકીકતમાં, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. રેસલર્સે બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેઓ બ્રિજ ભૂષણની ધરપકડની માંગ પર અડગ છે.

બીજી તરફ દિલ્હી પોલીસે 7 મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે કેસ નોંધ્યા છે. આ મામલામાં દિલ્હી પોલીસની તપાસ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. દિલ્હી પોલીસની SIT પણ આગામી સપ્તાહ સુધીમાં તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરી શકે છે. પોલીસે આ કેસમાં 208 લોકોની પૂછપરછ કરી છે. જેમાં ફરિયાદી, સાક્ષીઓ, બ્રિજ ભૂષણના નજીકના અને પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. આ લોકોને ફરિયાદીઓ દ્વારા કરવામાં આવેલા આરોપો અને એફઆઈઆરમાં નોંધાયેલી ઘટનાઓ અંગે પૂછપરછ કરવામાં આવી છે.

Most Popular

To Top