Gujarat Main

રાજ્યના 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા પછી ST બસ પ્રવેશ કરશે નહીં

રાજ્યમાં (Gujarat) વધતા જતા કોરોના સંક્રમણને (Corona) ધ્યાને લઈને રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય વધારી દીધો છે. 17 માર્ચ 2021થી ચાર મહાનગરોમાં કર્ફ્યૂનો સમય રાત્રિના 10 થી સવારના 6 કરાયો છે. જેથી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો (Night Crufew) લોકોએ કડક અમલ કરવાનો રહેશે. રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યાન ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂને ધ્યાનમાં લઇ એસટી નિગમ (GSRTC) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂ (Crufew) દરમિયાન અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં એસટી બસના (ST Bus) ઉપડવા તેમજ પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે.  ST દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ચારેય શહેરોમાં બસ રાતના 10 વાગ્યા બાદ પ્રવેશ નહી કરે. જ્યારે રિંગ રોડથી બસ સિટીમાં નહીં પ્રવેશે અને સિટીમાં લઈ જવા માટે રિંગ રોડથી કોર્પોરેશન વૈકલ્પિક વ્યવસ્થા કરશે. જોકે સુરતમાં અમુક વિસ્તારોમાં સિટીબસ અને બીઆરટીએસ પણ બંધ કરી દેવાઈ છે.

રાત્રિ કર્ફ્યૂ દરમિયાન ચારેય મહાનગરોમાં રાતના 10 વાગ્યા બાદ એસટી બસને પ્રવેશ મળશે નહીં. તેમજ રાતના 9 વાગ્યા બાદ એકપણ બસ ચારેય શહેરની અંદરથી ઉપડશે નહીં. અન્ય શહેરમાંથી આવતી બસ શહેરની ફરતે નક્કી કરાયેલા પોઈન્ટ પર આવશે. તેમજ મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે તમામ કાર્યવાહી કરાઈ છે. કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લેવાયો છે. આ વાતની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી.

સુરત મહાનગર પાલિકાએ કેટલાક વિસ્તારોમાં બસ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે. અઠવા, લિંબાયત, રિંગરોડ, રાંદેર-અડાજણ-પાલ અને રિંગરોડ વિસ્તારમાં કોરોના કેસ વધુ હોવાથી પાલિકા દ્વારા આ વિસ્તારમાં ટ્રાન્પોર્ટેશન (Transportation) માટે ચાલતી બસ (Bus) બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત મહાનગર પાલિકા સંચાલિત બીઆરટીએસ અને સિટી બસ સેવા અઠવા, અડાજણ રિંગરોડ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધુ હોવાનું ધ્યાનમાં રાખીને બસ સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત બાગ-બગીચાઓ પણ બંધ રાખવાનો તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top