Business

શ્રીલંકાની રાહે પાકિસ્તાન: ટાટા સહીત આ કંપનીઓ રોકાણ કર્યું છે,હવે શું થશે તેમનું ?

નવી દિલ્હી : શ્રીલંકા (Sri Lanka) જેવા હાલ પાકિસ્તાનના (Pakistan) થયા છે. દેશમાં કફોડી અર્થ વ્યવસ્થાની (Financial System) પરિસ્થિતિના સમાચારો રોજ-રોજ નવું ચિત્ર ઉપસાવી રહી છે. બીજી તરફ પાકિસ્તાનમાં વિદેશી મુદ્રાનો (Foreign Currency) ભંડોળ સતત તળિયાઝાટક બની ગયો છે. એક સમયે શ્રીલંકમાં જેવી રીતે દેવાળિયું ફુંકાયું હતું ઠીક તેવા જ હાલ હવે પાકિસ્તાનના થયા છે. આ દેશમાં મોટી મોટી કંપનીઓના પણ હાલ ખુબ બુરા થઇ ગયા છે. ભારતીય કંપની ટાટા બ્રાન્ડથી લઇને ઘણી બધી બીજી ભરતીય કંપનીની ચિંતામાં વધારો થઇ ગયો છે.હવે એહિ સવાલ થઇ રહ્યો છે કે આખેર આ કંપનીઓનું શું થશે ?

પાકિસ્તાનમાં પણ ભારતીય ટાટા કંપનીનું મોટું રોકાણ
ટાટાનું નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ગુંજતું રહે છે. ટાટા પાકિસ્તાન દેશમાં કોર્પોરેટ ક્ષેત્રનું મોટું નામ છે. ટેક્સટાઈલ બિઝનેસ સાથે જોડાયેલી આ કંપની પાકિસ્તાનમાં ટાટા બ્રાન્ડનો ઝંડો ફરકાવી રહી છે. વર્ષ 1991 માં ટાટા ટેક્સટાઇલ મિલ્સ લિમિટેડ,મુઝફ્ફરગઢ-પંજાબમાં પ્રથમ કોટન યાર્ન ઉત્પાદન એકમની સ્થાપના કરવામાં આવી હતી. આ પછી કંપનીનો વ્યવસાય એટલો વધ્યો કે ટાટા સ્પિનિંગ ઉદ્યોગમાં થ્રેડની એક આગવી ઓળખ બની ચુકી છે.

હવે ટાટા કંપનીનો વેપાર પણ જોખમમાં છે
વર્ષ 1997માં ટાટા ટેક્સટાઈલ મિલ્સ લિમિટેડની શરૂઆત પછી આ કંપનીએ પાકિસ્તાનની પ્રથમ સ્પિનિંગ મિલ હોવાને કારણે ISO-9002 પ્રમાણપત્ર મેળવ્યું. આ પછી કંપનીએ વર્ષ 2004 માં યુનિટ-2 થી ઉત્પાદન શરૂ કરીને તેના વ્યવસાયને સતત આગળ વધાર્યો હતો. અને ત્યાબાદ હવે આ કંપનીનું પાકિસ્તાનની આર્થિક પ્રગતિમાં મહત્વનું યોગદાન છે. પરંતુ હાલમાં દેશમાં જે આર્થિક કટોકટી જોવા મળી રહી છે તેના કારણે આ કંપનીનો વેપાર પણ જોખમમાં છે.

જિંદાલ ગ્રુપના પણ પાકિસ્તાન સાથે વ્યાપારિક સંબંધો
ભારતીય ઉદ્યોગપતિ સજ્જન જિંદાલની કંપની પણ દેશની બીજી સૌથી મોટી સ્ટીલ કંપની ગાંણાતી હતી. જિંદાલ સ્ટીલ વર્ક્સ (JSW)ના એમડી પણ પાકિસ્તાનમાં મોટો બિઝનેસ ધરાવતા હતા. ઉલ્લેખનીય વાત એ છે કે, ભારતીય ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ અને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ વચ્ચેના વ્યાપારી સંબંધો જાણીતા છે. સ્ટીલ ઉદ્યોગ ઉપરાંત ઊર્જા ક્ષેત્રે પણ આ ગ્રુપ ખુબ જ સક્રિય છે. ત્યાં નિવેશ કરનાર આ ગ્રુપના વ્યવસાયને અસર થવાની સંભાવના છે. એક રિપોર્ટ અનુસાર સજ્જન જિંદાલના નવાઝ શરીફ પરિવારના ઇત્તેફાક ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ સાથે લાંબા સમયથી બિઝનેસ સંબંધ છે. તે પંજાબમાં એક મુખ્ય સ્ટીલ ઉત્પાદક છે. હવે નવાઝ શરીફનો ભત્રીજો તેમના વતી બિઝનેસ સંભાળી રહ્યો છે.

ભારતમાં શરુ થયેલી આ કંપની ઉપર પણ ખરાબ અસરના અણસાર
પાકિસ્તાન હાલ દેવળીયા દેશની યાદીમાં મુકાઈ ગયો છે. પાકિસ્તાની ભારત શરુ કરેલ કંપનીઓની વાત કરીએ તો રૂહ અફઝા સરબતનું નામ પણ સામે આવે છે. જો કે હવે તે પાકિસ્તાનમાં પોતાનો ધંધો કરે છે. પરંતુ તેની શરૂઆત ભારતમાંથી જ થઈ છે. કંપની 1906માં ગાઝિયાબાદમાં હકીમ હાફિઝ અબ્દુલ મજીદે કરી હતી. હાકિમ હાફિઝના મૃત્યુ બાદ તેના પુત્રો અબ્દુલ હમીદ અને મોહમ્મદ સઈદે પાકિસ્તાનમાં આ બિઝનેસ શરૂ કર્યો હતો. 1920માં તે ત્યાં એક મોટી બ્રાન્ડ બની ગઈ. ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત આ નામ પર આર્થિક દુર્દશાની છાયા હેઠળ હોવાનું જાણવા મળે છે.

આ સામાનો મોકલતી ભારતીય કંપનીઓને માઠી અસર થઈ રહી છે
ભારતથી પાકિસ્તાન મોકલવામાં આવતા સામાનને પણ અસર થઈ રહી છે. ટ્રેડિંગ ઈકોનોમિક્સના રિપોર્ટ અનુસાર પાકિસ્તાને વર્ષ 2021માં ભારતથી લગભગ 503 મિલિયન ડોલરની આયાત કરી હતી. તે મુજબ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક કેમિકલ, ખાંડ, કોફી-ટી, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિકનો સામાન ભારતથી પાકિસ્તાન મોકલવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top