SURAT

સુરત: દારૂના નશામાં યુવક તાપી નદીમાં કૂદી ગયો, હોંશ આવ્યો ત્યારે…

સુરત: સુરતના (Surat) મકાઈ પૂલ પરથી તાપી નદીમાં (Tapi River) કુદીને જીવન ટૂંકાવી લેવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે બુધવારે તા. 11 જાન્યુઆરી 2023ના રોજ બપોરના સમયે સુરત શહેરના અડાજણમાં રહેતો યુવક દારૂના નશામાં પૂલ પરથી તાપી નદીમાં કુદી (Drunk Man Jump In Tapi River) ગયો હતો. યુવકને કૂદતો જોઈ તરત જ તરવૈયાઓએ તેને બચાવવા નદીમાં ઝંપલાવ્યું હતું. બીજી તરફ આ અંગે સ્થાનિક રહીશો અને બ્રિજ (Bridge) પરથી પસાર થતાં લોકોએ ફાયર બ્રિગેડને (Fire Brigade) જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને યુવકને તાપી નદીના કાદવમાં ફસાયેલા યુવકને બહાર કાઢી રાંદેર પોલીસને કબ્જો સોંપ્યો હતો.

અડાજણના સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતો દિપક રમેશ પટેલ આજે બપોરે 2 વાગ્યાને 22 મિનિટે મક્કાઈપૂલ પરથી તાપી નદીમાં મોતની છલાંગ લગાવતો જોવા મળ્યો હતો. દિપક તાપી નદીમાં કુદયાની સ્થાનિકોએ તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડનો કાફલો 2.27 મિનીટે પહોંચી ગયો હતો.

વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો

બીજી તરફતાપી નદીના વહેણ બપોરના સમયે ઓછા હોવાથી કાદવમાં દિપક ફસાયો હતો. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડે દિપકને બહાર કાઢ્યો હતો. બાદમાં તેને રાંદેર પોલીસને સોંપી દીધો હતો. આ યુવકે નશાની હાલતમાં કુદકો લગાવ્યો કે પછી જીવન ટૂંકાવી લેવાના ઈરાદો હતો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બાઈક ડિવાઈડરને અડી જતાં અકસ્માતમાં એકની એક પુત્રીના પિતાનું મોત
સુરત: પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી મહાદેવનગર સોસાયટીમાં રહેતા શંકરભાઇ પાસવાનના ૩૦ વર્ષીય પુત્ર સચિન સોમવારે બપોરે પોતાની બાઇક પર ગોડાદરા ડીંડોલી રેલવે ઓવરબ્રિજ પરથી જતો હતો ત્યારે બાઈક ડિવાઈડરને અડી જતાં અકસ્માત થયો હતો. ઈજાગ્રસ્ત સચિનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. મરનાર સચિન ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો અને ત્રણ બહેનોનો એકમાત્ર ભાઈ હતો. તેના મોતને પગલે તેની એકમાત્ર પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ડીંડોલી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 

Most Popular

To Top