Sports

પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 8 વિકેટે હરાવ્યું

નવી મુંબઇ : આઇપીએલની (IPL) 15મી સિઝનની આજે મંગળવારે (Tuesday) અહીં રમાયેલી 48મી લીગ મેચમાં (Match) કગિસો રબાડાની આગેવાનીમાં પંજાબ કિંગ્સના બોલરોએ કસેલા સકંજા વચ્ચે ગુજરાત ટાઇટન્સના પાવર હિટર ફેલ ગયા હોવા છતાં સાઇ સુદર્શને નોટઆઉટ અર્ધસદી ફટકારીને પોતાની ટીમને 8 વિકેટે 143 રન સુધી પહોંચાડીને મૂકેલા 144 રનના લક્ષ્યાંકને પંજાબ કિંગ્સે 16મી ઓવરમાં જ બે વિકેટના ભોગે કબજે કરીને મેચ 8 વિકેટે જીતી લીધી હતી.

લક્ષ્યાંક આંબવા મેદાને પડેલી પંજાબ કિંગ્સે શરૂઆતમાં જ જોની બેયરસ્ટોની વિકેટ ગુમાવી હતી, જો કે તે પછી શિખર ધવન અને ભનુકા રાજપક્ષેએ મળીને 87 રનની ભાગીદારી કરીને ટીમને જીતના માર્ગે મૂકી હતી. રાજપક્ષે 28 બોલમાં 40 રન કરીને આઉટ થયો હતો. તે પછી ધવન અને લિયમ લિવિંગસ્ટોન મળીને ટીમને 16મી ઓવરમાં જ 8 વિકેટે જીતાડી ગયા હતા. મહંમદ શમીના ક્વોટાની અંતિમ ઓવરમાં લિવિંગસ્ટોને ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા સાથે 28 રન લઇને મેચ 16મી ઓવરમાં પુરી કરી હતી. ધવન 62 જ્યારે લિવિંગસ્ટોન 10 બોલમાં 30 રન કરીને નોટઆઉટ રહ્યા હતા.


ટોસ જીતીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની ટીમ વતી ઓપનર શુભમન ગીલ શરૂઆતમાં જ આઉટ થઇ જતાં શરૂઆત સારી રહી નહોતી. રિદ્ધિમાન સાહાએ જો કે પાવરપ્લેમાં ફટકા મારવાનું ચાલુ રાખ્યું હતું, જો કે તે 21 રન કરીને આઉટ થઇ ગયો તે પછી સાઇ સુદર્શને એક છેડો સાચવીને બેટીંગ કરી હતી, જ્યારે સામે છેડેથી તેના પાર્ટનર બદલાતા રહ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા 1, ડેવિડ મિલર 14, રાહુલ તેવટિયા 11 અને રાશિદ ખાન શૂન્ય રને આઉટ થતાં ગુજરાતે 16.3 ઓવરમાં 112 રનમાં છ વિકેટ ગુમાવી હતી. સામે છેડેથી પાર્ટનર બદલાતા હોવા છતાં સુદર્શને રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું અને અંતે તે 50 બોલમાં 5 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 65 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. પંજાબ કિંગ્સ વતી કગિસો રબાડાએ 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ ઉપાડી હતી, આ ઉપરાંત અર્શદીપ સિંહ, ઋષિ ધવન અને લિયામ લિવિંગસ્ટોને 1-1 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top