SURAT

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, ઉકાઈ ડેમ તરફથી આવ્યા આ સમાચાર

સુરત(Surat): બંગાળની ખાડીમાં (Bengal Creeks) સર્જાયેલા લૉ પ્રેશર સિસ્ટમને પગલે દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદી માહોલસ ર્જાતા ખેડૂતો (Farmers) ચિંતામાં મુકાઈ ગયા છે. સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં ઠેરઠેર હળવો વરસાદ (Rain) પડ્યો છે. સૌથી વધુ કપરાડા તાલુકામાં 29 મિમી વરસાદ ઝીંકાયો છે. દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદી માહોલ છવાયો છે, જેના લીધે ખરીફ પાક લણવાની તૈયારી કરતા ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે. ઠેરઠેર હળવો વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળ્યા છે.

ગત રાત્રિ દરમિયાન સુરત જિલ્લાના માંડવીમાં બે મિ.મી. વરસાદ પડ્યો હતો, જ્યારે તાપી જિલ્લાના સોનગઢમાં 5 મિ.મી., નિઝરમાં 1 મિ.મી., વરસાદ પડ્યો છે. આ પ્રકારે નવસારી જિલ્લાના ખેરગામમાં 6, ગણદેવીમાં 1 અને ચીખલીમાં 3 મિ.મી, વરસાદ પડ્યો છે. વલસાડ તાલુકાના વાપીમાં 6, પારડીમાં 3, ધરમપુરમાં 1, કપરાડામાં 29 મિ.મી. અને ઉમરપાડામાં 7 મિ.મી., વરસાદ પડ્યો હોવાના સમાચાર સાંપડ્યા છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રીય બનતા વરસાદી માહોલ
ઓરિસ્સામાં દરિયા કિનારે વિસ્તારમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રીય બનતા ચોમાસાની ઋતુની સત્તાવાર વિદાય બાદ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ઠેરઠેર વરસાદ પડતા ફરી પાછો ચોમાસા જેવો માહોલ છે.

ઉકાઈની સપાટી 345.02 ફૂટ, આવક 35 હજાર ક્યૂસેક
સુરત: ઉકાઈ ડેમ (Ukai Dam) છલોછલ ભરાયેલો છે અને બીજી તરફ ડેમના કેચમેન્ટ એરિયામાં વરસાદ પડતા નવા પાણીની આવક 35 હજાર ક્યુસેક નોંધાઈ છે, તેથી સત્તાધીશો એલર્ટ થયા છે. સવારે ડેમની જળ સપાટી 345.02 ફૂટ નોંધાતા ડેમમાંથી 22 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમના સૂત્રો મુજબ ડેમના વિવિધ ગેજ મથકોમાં સામાન્ય વરસાદ પડતા ડેમમાં આજે શુક્રવારે સવારે 35,643 ક્યુસેકપાણીની આવક નોંધાતા ડેમમાંથી 22,008 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની જળસપાટી ભયજનક લેવલ 345.02 ફૂટ નોંધાઈ છે.

કોઝવેની સપાટી 6.53 મીટર
ઉકાઈ ડેમમાંથી છોડાતા પાણીની માત્રા વધારીને 35 હજાર ક્યુસેક કરી દેવામાં આવી છે. તેથી સિંગણપોર અને રાંદેરને જોડતા વિયર કમ કોઝવેની સપાટી 6.53 મીટર નોંધાઈ છે. વિયરની ભયજનક સપાટી 6 મીટર છે. એટલે આજે કોઝવે ઉપરથી 40,723 ક્યુસેક પાણી દરિયામાં વહી રહ્યું છે. કોઝવે સતત પણે ભયજનક લેવલથી ઉપર વહેતા આખા ચોમાસા દરમિયાન વાહનવ્યવહાર માટે બંધ રાખવાની ફરજ પડી છે.

Most Popular

To Top