Dakshin Gujarat

સેલવાસ: સોસાયટીની બહાર વાઈન શોપ ખુલવાની જાણ થતાં જ મહિલાઓ સોસાયટીની બહાર બેસી ગઈ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સેલવાસના (Silvasa) હોરિઝન હાઈટ્સના રહીશો સોસાયટીની (Society) બહાર શરૂ થનાર વાઇન શોપના વિરોધમાં ભજન-કિર્તન કરીને અનોખી રીતે વિરોધ (Protest) પ્રદર્શન કરી રહ્યા છે. સેલવાસના હોરીઝોન હાઇટ્સ રેસિડેન્ટ એસો.કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીના રહીશો દ્વારા સોસાયટીના મુખ્ય ગેટ પાસે સોસાયટીની અનુમતિ લીધા વિના વાઇન શોપ (Wine Shop) ખુલવા જઈ રહ્યો હોય. એ બાબતે સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટર અને પાલિકાની સાથે પોલીસ વિભાગને લેખિતમાં રજૂઆત કરાઈ હતી.

  • સોસાયટીની બહાર શરૂ થનાર વાઇન શોપના વિરોધમાં મહિલાઓનો ભજન-કિર્તન કરીને વિરોધ
  • સેલવાસની હોરીઝોન હાઇટ્સ સોસાયટીના રહીશોનો અનોખો વિરોધ

તેમાં જણાવ્યું હતું કે સોસાયટીની બહાર જ આ પ્રમાણેના વાઈન શોપ ખુલતા સોસાયટીમાં રહેતા લોકો જેમાં ખાસ કરીને બાળકો, વડીલો અને મહિલાઓને નકારાત્મક અસર પડી શકે છે. સોસાયટીની આજુબાજુ ધાર્મિક સ્થળ હોવાને કારણે આ પ્રમાણેની બદીને કારણે લાગણી પણ દુભાઈ રહી છે. આ પ્રમાણેનું આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહીની સોસાયટીના લોકોએ માંગ કરી હતી. જેમાં પ્રશાસન દ્વારા આ બાબતે કોર્ટનું શરણ લેવા રહીશોને જણાવ્યું હતું. આખરે આ બાબતે કોઈ કાર્યવાહી નહીં થતાં સોસાયટીની મહિલાઓ દ્વારા સોસાયટીની બહાર બેસી ભજન-કિર્તન કરી અનોખી રીતે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જ્યાં સુધી વાઇન શોપ બંધ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન જારી રહેશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.

ટેમ્પામાં તાડપત્રીની આડમાં દમણથી લઇ જવાતા રૂપિયા 1.63 લાખના દારૂ સાથે બે ઝડપાયા
પારડી : પારડીના કલસર પાતલિયા ચેક પોસ્ટ ઉપર દમણથી ટેમ્પામાં તાડપત્રીની આડમાં રૂ.1.63 લાખનો દારૂનો જથ્થો ભરી લઈ જતા બે ઇસમને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ ભરી આપનાર એક મહિલાને વોન્ટેડ બતાવી હતી.
પારડી તાલુકાના કલસર પાતલિયા ચેકપોસ્ટ ઉપર પારડી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન દમણથી આવતો ટેમ્પોને પોલીસે બેરીગેટ લગાવી રોક્યો હતો. પોલીસે તપાસ કરતા ટેમ્પામાં તાડપત્રી ઢાંકેલી હતી. જેને હટાવીને જોતા મીણીયા થેલામાં પૂઠાના બોક્સમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે 53 બોક્સમાં દારૂની બોટલ નંગ 2304 જેની કિં.રૂ.1.63 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચાલક સંજય રામસ્વરૂપ સિંગ (રહે.સુરત-કડોદરા મૂળ યુપી) અને સાથે બેઠેલો બોધનારાયણ દયાશંકર પાંડે (રહે સુરત મૂળ યુપી)ની ધરપકડ કરી હતી. આ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા દમણ ખાતેથી લક્ષ્મીબેન જ્ઞાનસિંગ ગૌતમ (રહે, સુરત)એ ભરી આપ્યો હતો. સુરત કડોદરા હાઇવે ઉપર આવીને ફોન કરવા જણાવ્યું હતું. જેથી પોલીસે મહિલાને વોન્ટેડ બતાવી હતી. દારૂનો જથ્થો, ટેમ્પાની કિં.રૂ.૩.૫૦ લાખ, મોબાઈલ સહિત કુલ રૂ.5.23 લાખનો મુદ્દામાલ કબજે કરી પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top