National

શરદ પવારની તબિયત બગડી, બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા

મુંબઈ: દેશ અને મહારાષ્ટ્રના રાજકારણમાં દાયકાઓથી મહત્ત્વનું યોગદાન આપનાર દેશના દિગ્ગજ વિપક્ષી નેતા અને NCP પ્રમુખ શરદ પવારની (Sharad Pawar Admitted in Breach Candy Hospital) તબિયત લથડી છે. શરદ પવારને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 81 વર્ષીય શરદ પવાર બીમાર પડ્યા પછી પણ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય રહ્યા છે. મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) તેમની મહત્વની ભૂમિકા છે. તેમણે અગાઉની ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thakrey) આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી સરકારની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

  • પવાર રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’માં ભાગ લેવા જઈ રહ્યા છે, જે આગામી સપ્તાહે મહારાષ્ટ્ર પહોંચશે. એનસીપીના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં તેમને બ્રીચ કેન્ડીમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે. 

મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીપી ચીફ શરદ પવારની તબિયત હજુ સારી નથી, તેથી તેમને આગામી ત્રણ દિવસ સુધી ડૉક્ટરોની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવશે તેના ભાવિ કાર્યક્રમો પણ રદ્દ થવાની શક્યતા છે. પાર્ટીના કાર્યકરો અને નેતાઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ભીડ ન કરે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પવારને આ અઠવાડિયે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. તેઓ રાહુલ ગાંધીના (Rahul Gandhi) નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભાગ લેવા જઈ રહ્યા છે, જે આવતા અઠવાડિયે મહારાષ્ટ્ર પહોંચશે. એનસીપીના (NCP) સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં તેમને બ્રીચ કેન્ડીમાંથી રજા આપવામાં આવે તેવી શક્યતા છે. રાષ્ટ્રીય રાજનીતિમાં મરાઠા સત્રપનું પણ મહત્વનું યોગદાન છે. તેઓ અનેક વખત કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ તેમણે પોતાની અલગ પાર્ટી બનાવીને પોતાની ઓળખ ઉભી કરી. 

ઠાકરેની ભારત જોડો યાત્રામાં સામેલ થવાની ચર્ચા
પવાર 4-5 નવેમ્બરે શિરડીમાં યોજાનાર પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપશે. પવારની સાથે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે પણ ભારત જોડો યાત્રામાં હાજરી આપે તેવી શક્યતા છે. ઠાકરેને આમંત્રણ મોકલવામાં આવ્યું છે, પરંતુ તેમણે હજુ સુધી તેનો સ્વીકાર કર્યો નથી. રાષ્ટ્રીય રાજનીતિમાં મરાઠા સત્રપનું પણ મહત્વનું યોગદાન છે. તેઓ અનેક વખત કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ તેમણે પોતાની અલગ પાર્ટી બનાવીને પોતાની ઓળખ ઉભી કરી. 

Most Popular

To Top