Entertainment

‘શાહરુખ ખાને મને ફોન કર્યો અમે 2 વાગ્યે વાત કરી’, CM હિમંતા બિસ્વા સરમાએ ટ્વીટ કર્યું

નવી દિલ્હી: વર્ષ 2023ની સૌથી મોટી ફિલ્મ (Film) પઠાણ (Pathaan) ત્રણ દિવસ પછી સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. પઠાણની રિલીઝને લઈને શાહરૂખ ખાનના (Shahrukh Khan) ચાહકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, છતાં પણ ફિલ્મને લઈને કેટલાક શહેરોમાં વિવાદ વધી રહ્યો છે. પઠાણ વિવાદના સવાલ પર આસામના (Assam) મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (CM Himanta Biswa Sarma) ગતરોજ શાહરૂખ ખાનને ઓળખવાની ના પાડી દીધી હતી અને હવે તેણે કિંગ ખાન વિશે મોટી વાત કહી છે.

શાહરૂખ ખાન સાથે મુખ્યમંત્રીની વાત
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ હવે તેમના નવા ટ્વીટમાં જણાવ્યું છે કે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને તેમને ફોન કર્યો હતો અને બંનેએ સવારે 2 વાગ્યે ફોન પર ખાસ વાતચીત કરી હતી. મુખ્યમંત્રીએ તેમના ટ્વિટમાં લખ્યું- બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાને મને ફોન કર્યો અને અમે મોડી રાત્રે 2 વાગ્યે વાત કરી. તેણે ગુવાહાટીમાં તેની ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન બનેલી ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. મેં તેમને ખાતરી આપી કે કાયદો અને વ્યવસ્થા જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. અમે તપાસ કરીશું અને ખાતરી કરીશું કે આવી કોઈ ઘટના ન બને.

શું છે સમગ્ર મામલો?
શુક્રવારે બજરંગ દળના કેટલાક લોકોએ આસામમાં થિયેટરોની બહાર ફિલ્મને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે ફિલ્મના પોસ્ટર પણ સળગાવી દેવામાં આવ્યા હતા. વિવાદ બાદ શનિવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને કેટલાક પત્રકારોએ ‘પઠાણ’ પર બજરંગ દળ દ્વારા કરવામાં આવેલા હંગામા વિશે પૂછવામાં આવ્યું હતું. તેના પર મુખ્યમંત્રીએ કહ્યું હતું કે શાહરૂખ ખાન કોણ છે? હું તેના વિશે કંઈ જાણતો નથી અને ફિલ્મ ‘પઠાણ’ વિશે પણ કંઈ જાણતો નથી.

અગાઉ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે શાહરૂખ ખાને મને ફોન કર્યો નથી, પરંતુ જ્યારે પણ કોઈ સમસ્યા હોય ત્યારે બોલિવૂડના ઘણા લોકોએ મને ફોન કર્યો છે. જો શાહરૂખ મને ફોન કરશે તો હું આ બાબતને ગંભીરતાથી જોઈશ. સાથે જ જો કોઈ કાયદો હાથમાં લેવાની કોશિશ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે હવે સીએમ હિમંતા બિસ્વા સરમાના આ નિવેદન બાદ શાહરૂખ ખાને તેમની સાથે વાત કરી છે. મુખ્યમંત્રીએ એક ટ્વિટ દ્વારા તેમની વાતચીતની માહિતી શેર કરી છે.

શું પઠાણ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે?
બીજી તરફ ફિલ્મ પઠાણની વાત કરીએ તો શાહરૂખ ખાનની આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ગીત બેશરમ રંગને લઈને ઘણો વિવાદ થયો છે અને તે હજુ પણ ચાલી રહ્યો છે. પઠાણનો બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે વિવાદો વચ્ચે રિલીઝ થયા બાદ પઠાણ બોક્સ ઓફિસ પર કેટલી ધમાલ મચાવે છે.

Most Popular

To Top