Entertainment

શાહરૂખ-દીપિકાનું બેશરમ રંગ સોન્ગ થયું વાયરલ, 1 કલાકમાં 1 મિલિયન વ્યૂઝ

નવી દિલ્હી: શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ધમાકેદાર એન્ટ્રી (Entry) . શાહરૂખ ખાન 4 વર્ષ બાદ ફિલ્મ પઠાણથી (Pathan) સિલ્વર સ્ક્રીન પર જોરદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. પરંતુ તે પહેલા જ કિંગ ખાને તેના ફેન્સને એક્સાઇટમેન્ટ કરી દીધા છે. કારણે કે ફિલ્મ (Film) પઠાણનું પહેલું ગીત જ રીલિઝ થયું છે. સોન્ગ (Song) રિલિઝ થતાની સાથે જ તેના રેકોર્ડ્સ બનવા લાગ્યા છે. ત્યારે હવે ચાહકો ફિલ્મનો વેટ કરી રહ્યા છે.

‘બેશરમ રંગ’ સોન્ગે બનાવ્યો રેકોર્ડ
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણનું પહેલું ગીત બેશરમ રંગ સોમવારે રિલીઝ થયું હતું. આ ગીત રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયું હતું. એટલું જ નહીં આ ગીતને 1 કલાકમાં 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. તેથી બોલિવુડમાં જોકદાર ચર્ચાઓ થઈ રહી છે. દરેક જગ્યાએ આ ગીતની ધૂમ જોવા મળી રહી છે. બેશરમ રંગ ગીત યુટ્યુબ અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનનું આ ગીત ચાર્ટબસ્ટર પર રિલીઝ થતાં જ ટોચનું સ્થાન મેળવ્યું હતું. શાહરૂખ ખાન અને દીપિકાનું આ ગીત સુપરહિટ છે. આ ગીતમાં દીપિકાને જોઈ ફેન્સ વધુ એક્સાઇટેડ થઈ ગયા છે. દીપિકાના સિઝલિંગ ડાન્સ મૂવ્સ અને ગ્લેમરસ લુક્સે ગીતને વધુ ખાસ બનાવ્યું છે.

દીપિકા પર ભારી પડ્યો શાહરુખ!
આ સોન્ગમાં ભલે દીપિકા ગ્લેમરસ દેખાતી હતી, છતાં લોકોએ કિંગ ખાનને વધુ પસંદ કર્યો છે. શાહરૂખ ખાનનો લુક કિલર છે. લાંબા વાળ, ઝીણી દાઢીમાં કિંગ ખાનના કિલર એક્સપ્રેશન્સે ચાહકોને ઘાયલ કરી દીધા છે. ચાહકો તેના મિલિયન ડોલર ડિમ્પલ સ્માઈલ પર મરી રહ્યા છે. ગીતમાં એવા દ્રશ્યો છે કે જેમાં શાહરૂખ ખાન શર્ટલેસ છે અને ટશનને હિટ કરતો જોવા મળી રહ્યો છે. કિંગ ખાનને સિક્સ પેક એબ્સમાં શર્ટલેસ જોવા એ ચાહકો ફિદા થઈ ગયા છે. એવું કહેવું ખોટું નહીં હોય કે શાહરૂખ ખાન કિલર દેખાવના મામલે ગ્લેમરસ દીપિકાને ટક્કર આપી રહ્યો છે. શિલ્પા રાવના અવાજમાં ગવાયેલું આ ગીત ચાહકોને ઘણું પસંદ આવી રહ્યું છે. ચાહકો તેને રિપીટ મોડ પર સાંભળી રહ્યા છે.

યુઝર્સે બેશરમ રંગને 100 માર્ક્સ આપ્યા છે. તેમના મતે, બીટ્સ, લિરિક્સ, વોકલ્સ, વીડિયોગ્રાફી બધું જ જોરદાર છે. આ ગીત જોયા બાદ કિંગ ખાનના ફેન્સ ખૂબ જ ખુશ છે. હવે તેઓ ફિલ્મના ટ્રેલર રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ પણ પઠાણમાં જોવા મળશે. તો તૈયાર થઈ જાઓ કારણ કે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટૂંક સમયમાં તમે સિલ્વર સ્ક્રીન પર તમારા ફેવરિટ કિંગ ખાનનો ચાર્મ જોવા જઈ રહ્યા છો.

Most Popular

To Top