સાત પગલાં આનંદ તરફ

એક મિત્રે શહેરની બહાર વિક હેન્ડ હોમ તરીકે સરસ બંગલો બંધાવ્યો.બંગલો થોડી ઊંચાઈ પર હતો અને મેન ગેટથી બંગલાના દરવાજા સુધી પહોંચવા માટે સાત નાનાં પગથિયાં ચઢવાનાં હતાં.સરસ વાત એ હતી કે બંગલાનું નામ હતું ‘આનંદ’ અને બંગલાના મેન ગેટ પર લખ્યું હતું ‘સાત પગલાં આનંદ તરફ’ અને દરેક પગથિયાં પાસે એક કલાત્મક બોર્ડમાં સરસ વાતો લખી હતી.

Dental Care for Teens - Canton, OH


પહેલા પગથિયે લખ્યું હતું …તમારા ભૂતકાળ સાથે સુમેળ સાધી સ્વીકાર કરી લો, જેથી તે તમારું ભવિષ્ય ન બગાડી શકે.ગઈ કાલને ભૂલવાથી આજ અને આવતી કાલ બંને સુધરે છે. બીજા પગથિયે લખ્યું હતું …લોકો તમારા માટે શું વિચારે છે તે વિષે વિચારવું એ તમારું કામ નથી.લોકો તમારી મુશ્કેલીઓ અને ઈરાદાઓ અને આવડત બધું જ જાણતા નથી. ત્રીજા પગથિયે લખ્યું હતું …સમય એક એવો ડોક્ટર છે જેની પાસે દરેક દર્દની દવા છે.સમય નાનો મોટો તનનો કે મનનો દરેક ઘા રૂઝાવી શકે છે; બસ સમયને થોડો સમય આપો. ચોથા પગથિયે લખ્યું હતું …તમારી ખુશીઓનું કારણ બીજું કોઈ જ નહિ પણ તમે પોતે છો.તમારી ખુશીઓને સ્વાવલંબી રાખો તેને અન્ય કોઈ પર આધારિત ન બનાવો. પાંચમાં પગથિયે લખ્યું હતું …તમારા જીવનને અન્ય કોઈના જીવન સાથે સરખાવો નહિ, કારણ કે તમે તેમની સફર વિષે કંઈ જાણતા નથી. છઠ્ઠા પગથિયે લખ્યું હતું …વધુ પડતું વિચારવાનું છોડો, જરૂરી નથી કે તમને બધી જ ખબર હોવી જોઈએ. તમને કોઈ પ્રશ્નનો જવાબ ન આવડતો હોય તો વાંધો નહિ. સાતમા પગથિયે લખ્યું હતું …હસતા રહો અને હસાવતા રહો, કારણ કે દુનિયાની બધી તકલીફો તમારી નથી.જે તમારી તકલીફો છે તેનો પણ હસતા હસતા સામનો કરવાથી તે આસાન થઈ જશે. આ સાત પગથિયાં પૂરાં થતાં ‘આનંદ’ બંગલાનો દરવાજો આવતો હતો, જે દરવાજા પર લખ્યું હતું ‘હસતા રહો ….બધાને ચાહતા રહો …આગળ વધતા રહો.ખુશીઓના મહેલમાં તમારું સ્વાગત છે.


સુંદર શબ્દોની રમત અને સુંદર શબ્દોના દરેક વળાંકમાં દરેક પગથિયે જીવનમાં સાચો આનંદ મેળવવાના સરળ અને સરસ રસ્તા ટૂંકમાં સમજાવ્યા હતા. જીવનમાં સાચા આનંદ તરફ લઈ જતા આ સાત પગથિયાં પર લખેલા સંદેશાને જે વાંચીને સમજીને જીવનમાં ઉતારી લે તે ચોક્કસ આનંદ સુધી પહોંચી સાચી ખુશી માણી શકે.ચાલો, હજી ફરીથી બે વાર વાંચીને યાદ રાખી લો અને જીવનમાં આગળ વધો, ખુશીઓ તરફ.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top