Gujarat

સીંગતેલના ભાવોમાં 200ના વધારા સાથે સટ્ટાની ભીતિ – સોમાની પીએમ મોદી સમક્ષ રજૂઆત

ગાંધીનગર: 2023 ના શરૂઆતથી જ મોંઘવારી નાગરિકોના માથા પર મંડરાઈ રહી છે. જીવન જરૂરીયાતી તમામ વસ્તુઓના ભાવ (Prise) આસમાને પહોંચી ગયા છે. તેમાં પણ તેલના (Oil) ભાવનું મીટર સતત અપ જઈ રહ્યું છે. આવામાં સીંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે.છેલ્લા એક સપ્તાહમાં ખાદ્યતેલના ભાવ ભડકે બળ્યા છે.એક સપ્તાહમાં તેલના ભાવમાં અંદાજે 200 રુપિયા કરતા વધારે ભાવ વધ્યા છે. એવામાં હવે જો તેના પર સટ્ટો રમવામાં આવે તો બજારમાં તેલની કિંમતો ક્યાં પહોંચે તે આપ અંદાજ લગાવી શકો છો.

પ્રવર્તમાન સમયે ખાદ્ય ચીજવસ્તુઓમાં ચાલી રહેલા વાયદા અને સટ્ટાખોરીના દૂષણને લીધે ઘરોમાં રોજિંદા ઉપયોગમાં લેવાતી કોમોડિટીઝ સહિતની ચીજવસ્તુઓના ભાવમાં કૃત્રિમ તેજીનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન છે. ત્યારે ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એન્ડ ઓઈલ સિડ્સ એસોસીએશને વાયદાનો વિરોધ કર્યો છે. અને આવા વાયદાઓ પર અંકુશ મુકવો જરૂરી હોવાના અભિપ્રાય સાથે ફ્યુચર ટ્રેડ પર મગફળીનો વાયદો શરૂ ન કરવા અરજી કરી છે. આ મામલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત પત્રના માધ્યમથી વિશેષ રજૂઆત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમીર શાહ દ્વારા થયેલી રજૂઆતમાં જણાવ્યુ હતું કે, અમારી રજૂઆતો અને ખાદ્યતેલોના ઘણા ઉંચા ભાવોને કારણે આપની સરકારે ખાદ્યતેલ,તેલીબીયા સહિત ઘણી બધી કૃષિ પેદાશોના વાયદાઓ પર પ્રતિબંધ મુક્યો છે. હવે જ્યારે મોટા ભાગના ખાદ્યતેલોના ભાવો ઘણા નીચા આવી ગયાછે ત્યારે અમુક લોકો આવા વાયદાઓ ચલાવતા પ્લેટર્ફોની સાથે મળીને આવા વાયદાઓ ફરી ચાલુ કરાવવા સક્રિય બન્યા છે.

43 લાખ ટન મગફળીના ઉત્પાદન છતાં ભાવો વધ્યા
સૌરાષ્ટ્રના ખાધ્ય તેલના વેપારી સૂત્રોનું કહેવું છે કે, ગત વર્ષની સરખામણીએ સૌરાષ્ટ્રમાં ત્રણથી ચાર લાખ ટન મગફળીનું ઉત્પાદન ઓછું થયું છે. બીજી તરફ ચાલુ વર્ષે મીડીયમ ક્વોલિટીની મગફળીના પણ સારા એવા ભાવ મળી રહ્યા છે. તો સાથે જ જીવીશ મગફળીનું ઉત્પાદન પણ ઘટ્યું છે. ઉત્પાદનની સરખામણીએ છેલ્લા ચાર વર્ષથી સિંગતેલ ની માંગમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. તેમજ છેલ્લા બે દિવસમાં સીંગતેલનું એક્સપોર્ટ પણ વધ્યું છે. એક્સપોર્ટ વધતા સ્થાનિક બજારોમાં પણ ભાવ ઉચકાયેલા જોવા મળ્યા છે.મગફળીની ખરીદી હજુ ચાલુ હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત ભાવવધારો થયો છે. ચાલુ વર્ષે મગફળીનું 43 લાખ ટન ઉત્પાદન થવા છતાં ભાવ વધી રહ્યા છે. જો ભાવ વધારો ચાલુ રહેશે તો ફરસાણ સહિતની આઈટમો ફરીથી મોંઘી થશે.સીંગતલેના ડબ્બાનો ભાવ 2900ને પાર કરી ગયો છે.

Most Popular

To Top