Gujarat

અમદાવાદના ખાનગી લક્ઝરી બસ ઓપરેટરો સુરતવાળી કરવાના મૂડમાં

અમદાવાદ: સુરતમાં (Surat) ખાનગી લકઝરી બસ એસોસિએશન અને ધારાસભ્ય આમને સામને આવી ગયા છે. જેને કારણે સામાન્ય મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ અમદાવાદમાં (Ahmedabad) પણ ખાનગી ટ્રાવેલ્સ બસ એસોસીએશન દ્વારા અમદાવાદ શહેરમાં બસ પ્રવેશની સમય મર્યાદા ઘટાડવાની માંગ સાથે બાપુનગર ટ્રાવેલ્સ એસોસિએશનનું પ્રતિનિધિ મંડળ આજે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને મળી આવેદનપત્ર આપ્યું હતું.

અમદાવાદના બાપુનગર ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા આજે ગાંધીનગરમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને રૂબરૂમાં મુલાકાત લઈ આવેદનપત્ર આપ્યું હતું, અને લક્ઝરી બસના શહેરમાં પ્રવેશ રાત્રે 9-30 થી સવારે 8-00 વાગ્યા સુધી તેમજ બપોરે 1 થી 4 સુધી પ્રવેશની મંજૂરી આપવાની માંગણી કરી હતી.

બાપુનગર ટ્રાવેલ્સ એસોસિએશનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હાલમાં અમદાવાદ શહેરમાં રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી લક્ઝરી બસને પ્રવેશની મંજૂરી નથી. જો લક્ઝરી બસને શહેરમાં પ્રવેશની સમય મર્યાદા ઘટાડવામાં નહીં આવે, તો અમદાવાદ શહેરમાં પણ લક્ઝરી બસ રીંગરોડ ઉપર ઉભી રખાશે. તેવી ચિમકી એસોસિયેશન દ્વારા આપવામાં આવી છે. આગામી 28મી ફેબ્રુઆરી થી અમદાવાદ શહેરમાં ખાનગી ટ્રાવેલ્સ બસ શહેરની અંદર લાવવામાં નહીં આવે. રીંગરોડ પરથી મુસાફરોએ જાતે પોતાની વ્યવસ્થા કરી જવાનુ રહેશે.

Most Popular

To Top