Gujarat

ધોરણ- 5 થી 8ના વર્ગો ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં શરૂ થવાની સંભાવના

રાજ્યમાં કોરોના ધીમે ધીમે ઓછો થતાં શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય તબક્કાવાર શરૂ કરવામાં આવી રહ્યું છે. આગામી ઓગસ્ટ માસના પહેલા અઠવાડિયામાં ધોરણ 5 થી 8ના વર્ગો શરૂ કરવામાં આવે તેવી શક્યતાઓ જણાય છે. શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આગામી ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં ધોરણ 5 થી 8ના વર્ગો શરૂ કરવામાં આવે તેવી વિચારણા ચાલી રહી છે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. હાલમાં ધોરણ 9 થી 12ના વર્ગો તથા કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. જો કે 50 ટકા સાથે આ વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનું સંમતિપત્ર પણ સાથે લાવવાનું રહેશે. ઓફલાઈન શિક્ષણની સાથે સાથે ઓનલાઇન શિક્ષણ કાર્ય પણ યથાવત રહેશે.

Most Popular

To Top