SURAT

પગાર મામલે અન્યાય થતાં સ્મીમેરના મેડિકલ ઓફિસરો હડતાળ પર ઉતર્યા

surat : સુરત મહાનગર પાલિકા ( smc) ના મેડિકલ ઓફિસરોને ( medical officers) પગાર મામલે અન્યાય થતાં ૯૦ જેટલા મેડિકલ ઓફિસર દ્વારા મનપામાં પગાર મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મેડિકલ ઓફિસરોના પ્રશ્નનો ઉકેલ ન આવે તો હડતાળ ( protest) કરવાની ચીમકી પણ આપી હતી. જેને લઈને કોઈ પણ બાબતનો પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં મનપાના મેડિકલ ઓફિસર ગુરુવારે સ્મીમેર હોસ્પિટલમાં હડતાળ કરી માંગણી સંતોષવા માટે રજૂઆત કરશે.

પ્રાપ્ત વિગતો મુજબ મનપામાં કોવિડ અંગેની કામગીરી કરતા ૯૦ જેટલા એમબીબીએસ તબીબો ( mbbs docters) હાલ ફરજ બજાવી રહ્યા છે. આ મેડિકલ ઓફિસરને હાલ ૬૦ હજાર પગાર ચૂકવવામાં આવે છે. જે નવી સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં જોડાયેલા મેડિકલ ઓફિસરને રૂ.૧.૨૫ લાખ પગાર ચૂકવે છે. તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોવિડની ( covid) કામગીરી માટે વર્ગ-૨માં તબીબી અધિકારી લેવામાં આવશે તેને રૂ.1.25 લાખનું વળતર ચૂકવાશે. જ્યારે મનપામાં મેડિકલ ઓફિસરોને રૂ.૧.૨૫ લાખનું વેતન ચૂકવાયું નથી.

શહેરમાં હાલ કોરોનાની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હાલ સ્મીમેર, સમરસ કોવિડ, અલથાણ કોવિડ કેર, કિરણ હોસ્પિટલ તથા વિવિધ હેલ્થ સેન્ટરોમાં 90 જેટલા મેડિકલ ઓફિસર ફરજ બજાવે છે. જે મેડિકલ ઓફિસરો અને હાલમાં લેવાયેલા મેડિકલ ઓફિસરો જેટલું જ કામ અને તેટલો જ સમાન હોદ્દો આપવામાં આવ્યો છે. પણ સમાન પગાર આપવામાં આવ્યો નથી. જેના કારણે સોમવારે મેડિકલ ઓફિસરોએ મનપા કમિશનર બંછાનિધિ પાનીને પગાર મામલે થતા અન્યાય મુદ્દે રજૂઆત કરી હતી. મેડિકલ ઓફિસરો પગારના મુદ્દે આવતીકાલે ગુરુવારે સ્મીમેરમાં દેખાવો કરશે.

કાયદેસરના પગલાની ચિમકી અપાતાં જ સ્મીમેર હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ સમેટાઈ ગઈ

સ્મીમેર હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરોની હડતાળ બુધવારે મોડી રાત્રે યથાવત રહેવાને બદલે સમેટાઈ ગઈ હતી. હોસ્પિટલના તંત્ર દ્વારા ફરજ પર હાજર ન રહેનાર ઇન્ટર્ન ડોક્ટરો સામે કાયદેસરનાં પગલાં લેવામાં આવવાનું જણાવાતાં તમામ ઇન્ટર્ન ડોક્ટરો ફરજ પર હાજર થયા હતા. શહેર-જિલ્લામાં ચાલી રહેલી કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે સ્મીમેર હોસ્પિટલમાં મંગળવારે ઇન્ટર્ન ડોક્ટરોને રહેવાલાયક એકોમોડેશન આઈસોલેશન વોર્ડ આપવામાં આવે તેવી જરૂરિયાતો સંતોષવા માટે માંગણી કરાઈ હતી. જે માંગણી માટે ઇન્ટર્ન ડોક્ટરો સ્મીમેર હોસ્પિટલના કેમ્પસમાં આવેલા ડી-બ્લોકના લેક્ચર અને એક્ઝામિનેશન હોલમાં બેસી પોતાનાં કામ પરથી અળગા રહી હડતાળ પર ઊતરી ગયા હતા. મંગળવારે ઇન્ટર્ન ડોક્ટરોની માંગણી નહીં સંતોષાતાં ઇન્ટર્ન ડોક્ટરોના રિપ્રેઝન્ટેટિવે જણાવ્યું કે, બુધવારે પણ હડતાળ યથાવત રહેશે. જ્યારે સ્મીમેર હોસ્પિટલ તંત્રએ જણાવ્યું હતું કે, જે ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર જશે તે ઇન્ટર્ન ડોક્ટરો સામે એપેડેમિક ડિસીસ એક્ટ, 1897 અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 મુજબ પગલાં ભરવામાં આવશે. જેને ધ્યાને રાખી ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ યથાવત રાખવાને બદલે ફરજ પર હાજર થયા હતા

Most Popular

To Top