Gujarat

મહેશ સવાણી બાદ સૌરાષ્ટ્રના આંદોલનકારી નેતા પ્રવીણ રામ હવે આપમાં જોડાયા

ફિકસ પે, આંગણવાડી બહેનોના પગાર, બેરોજગારી, ગ્રેડ પે, કોન્ટ્રાકટ પદ્ધતિ અને આઉટ સોર્સિંગ સહિતના મુદ્દે સહિત ભાજપ સરકાર સામે આંદોલન કરનારા જન અધિકાર મંચના કન્વીનર પ્રવીણ રામ સુરતમાં આપના નેતા અને દિલ્હીના ના.બ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને મળ્યા બાદ હવે આપમાં જોડાઈ ગયા છે. જુનાગઢમાં યોજાયેલા સમારંભમાં પ્રવીણ રામ આપમાં જોડાઈ ગયા હતા.

અગાઉ સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી આપમાં જોડાઈ ગયા હતા. તે પછી હવે જુનાગઢમાં આજે પ્રવીણ રામ પણ આપમાં જોડાઈ ગયા છે. આપના પ્રવકત્તાએ કહયું હતું કે પ્રવીણ રામના આપામાં જોડાવવાથી પાર્ટી વધુ મજબૂત બની છે. તાજેતરમાં આપમાં જોડાયેલા પાટીદાર અગ્રણી અને સમાજીક કાર્યકર મહેશ સવાણીએ કહ્યું હતું કે આગામી નજીકના સમયમાં આપ પાર્ટીમાં 10 મોટા માથા આપવામા જોડાઈ રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, આગામી નજીકના દિવસોમાં અમે ગુજરાતમાં 1 કરોડ લોકોનો સીધો સંપર્ક કરીને આપના કાર્યક્રમોથી માહિતગાર કરીશું. આ અભિયાન વહેલી તકે ચાલુ થઈ જશે. સવાણીએ કહ્યું હતું કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આપને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. હજુયે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતમા પણ વિવિધ સામાજિક અગ્રણીઓ આપમાં જોડાશે.

Most Popular

To Top