Dakshin Gujarat

આહવા ધોરીમાર્ગ પર કાર વિજપોલ સાથે ભટકાઈને પલટી, અફરા તફરીનો માહોલ સર્જાયો

સાપુતારા : આહવાથી સાપુતારા (Saputara) તરફ જઈ રહેલી સુરતી પ્રવાસીઓની કાર (Car) ન. જી.જે 05.જે.એસ.5222 જે શામગહાનથી આહવાને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં (National Highway) ઉમરપાડા ગામ નજીક પુરપાટવેગે માર્ગની સાઈડનાં વિજપોલ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં કારને જંગી નુકસાન થયુ હતુ.

પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ
બનાવમાં તમામ પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે સ્થળ પર વિજપોલ તૂટી પડતા જીવંત તાર નીચે આવી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ બનાવની જાણ ડાંગ આહવા જી.ઈ.બીને થતા તેઓએ તુરંત જ વિજલાઈનનું સમારકામ કરી વીજપુરવઠો પૂર્વરત કર્યો હતો.

બીલીમોરા પાસે ટ્રેન અડફેટે એકનું મોત, બીજાના બંને પગ કપાઈ ગયા
બીલીમોરા : બીલીમોરા અને અમલસાડ રેલવે સ્ટેશન વચ્ચેના ભેસલા ગામની હદમાંથી પસાર થતી ટ્રેન અડફટે કચરો વીણવાવાળા બે પૈકી એક અડફટે ચડતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજાના બંને પગ કપાઈ જતા હાલ જે સારવાર હેઠળ છે.
બીલીમોરાથી અમલસાડ વચ્ચેના રેલવે ટ્રેક ઉપર પ્લાસ્ટિકનો કચરો વીણવાનું કામ કરતા આશિષ મેજીભાઈ મકવાણા અને હાલ ઉધના દરવાજા ફૂટપાથ ઉપર રહેતો ટૂંકનો ઓડિયા મંગળવારે મોડીસાંજે કચરો વીણતી વખતે બંને રેલવેની અપ અને ડાઉન લાઇન ઉપર અચાનક ટ્રેનો આવી જતા ટુકનો ઓડિયા ટ્રેન અડફટે આવી જતા તેનું ઘટના સ્થળ મોત નીપજ્યું હતું.

અન્ય યુવાકના બને પગ કપાઈ ગયા હતા
જ્યારે આશિષ મકવાણા દોડીને પોતાનો જીવ બચાવવા જતા પુલ નીચે કૂદી પડતાં તેના બંને પગ ટ્રેન નીચેના પૈડામાં આવી જવાથી પગ કપાઈ જતા હાલ તે વલસાડ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની જાણ ટ્રેનના ડ્રાઇવરે બીલીમોરા રેલવેના અધિકારીઓને કરતા રેલવે અને બીલીમોરા સીટી પોલીસ ઘટના સ્થળે ઘસી ગઈ હતી. મરણ જનાર વૃદ્ધની અકસ્માત મોત નોંધી આગળની તપાસ બીલીમોરાના હેડ કોન્સ્ટેબલ અશોકસિંહ મહેન્દ્રસિંહ કરી રહ્યા છે.

Most Popular

To Top