Dakshin Gujarat

વિદ્યાર્થી સાથેનો વિડીયો વાયરલ થઇ જતા વિદ્યાર્થિનીનો આપઘાત

સેલવાસ : સંઘપ્રદેશ( Sangh pradesh) દાનહના ખાનવેલની (Khanvel) શાળામાં (School) અભ્યાસ કરતી અને ખાનવેલના જ પટેલપાડા ગામમાં રહેતી એક સગીર વિદ્યાર્થિનીએ( Student) અગમ્ય કારણસર પોતાના ઘરના રૂમમાં અગમ્ય કારણસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવી (Suicide) દીધું હતું. ઘટનાની જાણ ખાનવેલ પોલીસને થતાં પોલીસની એક ટીમ બનાવ સ્થળે જઈ વિદ્યાર્થિનીની લાશનો કબ્જો લઈ તેને પોસ્ટમાર્ટમ અર્થે મોકલવાની કાર્યવાહી કરી હતી. ઘટના અંગે પોલીસ ચોપડે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સેલવાસ પોલીસે અગાઉ આ પ્રકારના ખોટા મેસેજ કે વીડિયો વાયરલ નહીં કરવા લોકોને સૂચના આપી હોવા છતાં આ પ્રમાણેની કામગીરી ચાલુ રહેતા હવે પોલીસે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.સંઘપ્રદેશના ખાનવેલની શાળાની વિદ્યાર્થિનીએ પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

વીડિયો હાલ સંઘપ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો
સમાજ અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર માટે ગહન ચિંતા કરનારો વધુ એક બનાવ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં બન્યો છે. સોશિયલ મીડિયામાં ફરતા મેસેજ કે વીડિયો તેને આપણે કોઇપણ જાતની સત્યતા ચકાસ્યા વિના કે આ મેસેજ વાયરલ કરવાથી પીડિતા કે તેમના પરિવારની માનસિક હાલત શું થશે એનો વિચાર કર્યા વિના જાણે કે, એથ્લેટિંકસની રેસમાં સૌથી આગળ રહેવા માટે મેસેજ અને વીડિયો ધડાધડ ફોરવર્ડ કરી દેતા હોય છે. આવો જ એક વીડિયો હાલ સંઘપ્રદેશમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સામાજીક ડરને લઇને ફાંસો ખાઇને જીવન ટૂંકાવવા માટે મજબૂર
જોકે, પોલીસ અને પ્રશાસને આવા વીડિયો ફોરવર્ડ કે વાયરલ કરવા માટે સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં પણ વીડિયો વાયરલ થયો અને સગીર વિદ્યાર્થિનિએ અપરાધભાવ અને સામાજીક ડરને લઇને ફાંસો ખાઇને જીવન ટૂંકાવવા માટે મજબૂર બની હતી.nદાનહના અંતરિયાળ વિસ્તારની અંદાજે 15 વર્ષની સગીરા સરકારી શાળામાં અભ્યાસ કરતી હતી. શાળાના વર્ગખંડમાં તેમના સહમિત્ર સાથે વાર્તાલાપ કરતો વીડિયો બનાવીને કોઇ અન્ય વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં મુકી દીધો. પછી તો આ વીડિયો ધડાધડ દરેક મોબાઇલમાં પહોંચી ગયો.

સગીરાએ આપઘાત કરવાની નોબત આવી
​​​​​​​આખરે વિદ્યાર્થિનિના પરિવાર સાથે આ વાત પહોંચી જતા સગીરાએ આપઘાત કરવાની નોબત આવી હતી. તમારા મોબાઇલમાં આવેલા મેસેજને ફોરવર્ડ કરતા પૂર્વે બે વખત વિચાર કરજો કે આ એક મેસેજથી કોઇકના જીવન અને મોતનો સવાલ તો ઊભો થતો નથી.nસોશિયલ મીડિયાના ફાયદા અને ગેરફાયદા બંને છે. પરંતુ, તે બધા અંતે વપરાશકર્તા પર આધાર રાખે છે.

Most Popular

To Top