Entertainment

દિલ્હી પોલીસે જેકલીન ફર્નાન્ડિઝને નવેસરથી સમન્સ મોકલ્યા, હવે 14 સપ્ટેમ્બરે રજૂ થશે

નવી દિલ્હી: (New Delhi) જેકલીન ફર્નાન્ડિઝે હવે સુકેશ ચંદ્રશેખરને સંડોવતા મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં 14 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) સમક્ષ હાજર થવું પડશે. બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ 12 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસના (Delhi Police) EOW સમક્ષ હાજર થવાની હતી. જો કે તેની વિનંતી બાદ પૂછપરછની તારીખ બદલી દેવામાં આવી હતી અને તેને નવેસરથી સમન જારી કરવામાં આવ્યું હતું.

  • દિલ્હી પોલીસે જેકલીન ફર્નાન્ડિઝને નવેસરથી સમન્સ મોકલ્યા, હવે 14 સપ્ટેમ્બરે રજૂ થશે
  • મની લોન્ડરિંગ કેસમાં 14 સપ્ટેમ્બરે દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિંગ સમક્ષ હાજર થવું પડશે
  • EOW અધિકારીઓએ આ કેસમાં અન્ય બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીની જુબાની નોંધી હતી

અભિનેત્રીએ અગાઉની પ્રતિબદ્ધતાઓ ટાંકીને 15 દિવસ પછી તારીખ માંગ્યા બાદ દિલ્હી પોલીસે સોમવારે નક્કી કરેલી પૂછપરછ મુલતવી રાખી હતી. જોકે દિલ્હી પોલીસે તેમને વધુ સમય આપ્યો ન હતો અને બુધવારે તપાસમાં જોડાવા કહ્યું હતું. જણાવી દઈએ કે અગાઉ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં EOW અધિકારીઓએ આ કેસમાં અન્ય બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીની જુબાની નોંધી હતી.

સુકેશ ચંદ્રશેખરને ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંઘ સહિત કેટલાક હાઈ-પ્રોફાઈલ લોકો પાસેથી કથિત રીતે છેતરપિંડી અને ખંડણી માટે ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ચંદ્રશેખર સાથેના કથિત સંબંધો બદલ બોલિવૂડની અનેક હસ્તીઓ અને મોડલની પૂછપરછ કરી છે. ગયા વર્ષે એપ્રિલમાં ચંદ્રશેખરને 2017ના ચૂંટણી પંચના લાંચ કેસથી સંબંધિત અન્ય મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી જેમાં AIADMKના ભૂતપૂર્વ નેતા કથિત રીતે સામેલ હતા.

Most Popular

To Top