Dakshin Gujarat

રેલવે ફાટક ઉપર બસ ખોટકાતા મુસાફરોના જીવ અધ્ધર


ઉમરગામ : ઉમરગામના (Umargam) મલાવ રેલવે ફાટક (Realway Gate) ટ્રેક ઉપર એસટી (S.T.Bus) બસ ખોટકાતા મુસાફરોના (Passengrs) જીવ તાળવે ચોટી ગયા હતા. મુસાફરો અને લોકોએ બસને ધક્કો મારી ટ્રેક ઉપરથી સુરક્ષિત રીતે બસ હટાવી હતી.સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક મલાવ રેલવે ફાટક ખુલ્લો હોવાથી સવારના સમયે અહીંથી અંબાજીની બસ પસાર થઈ રહી હતી. દરમિયાન અચાનક ફાટક પાસે રેલવે ટ્રેક ઉપર બસ બંધ થઈ જતા બસના ડ્રાઇવર (Driver) તથા બસમાં સવાર મુસાફરો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા. જોકે મુસાફરો અને સ્થાનિક લોકોએ બસને ધક્કો મારી સુરક્ષિત રીતે બસને રેલવે ફાટકના ટ્રેક ઉપરથી બહાર કાઢી હતી. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

બસ બગડે તો છેક વાપી ડેપોથી મિકેનિકને બોલાવવા પડે છે
ઉમરગામ ખાતે ઉમરગામ સુરત એસટી બસ પણ યાંત્રિક ખામીના કારણે બંધ પડી હતી. જેથી મુસાફરોને ભારે હાલાકીમાં મુકાવું પડ્યું હતું. ઉમરગામ તાલુકામાં વર્ષો જૂનો નારગોલ ઉમરગામ એસટી ડેપો બંધ થયા બાદ નવો એક પણ એસ.ટી બસ ડેપો ઉમરગામમાં શરૂ થયો નથી. છેક વાપી ડેપોથી માલ સામાન સહિત મેકેનિકોને બોલાવવા પડે છે.

પારડીના બિસ્માર ઓવરબ્રિજ અંગે રજૂઆત બાદ રિપેરીંગ કામગીરી શરૂ
પારડી : પારડી તાલુકાના ખડકી ગામથી પસાર થતાં નેશનલ હાઈવે નં. 48 ઓવરબ્રિજ પર ખાડા પડવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેને ધ્યાનમાં લઈ ખડકીના સરપંચ શંકર પટેલે તંત્રને વારંવાર રજૂઆત કરતા વલસાડ-ડાંગના સાંસદ ડૉ.કે.સી.પટેલે હાઈવેના ઓથોરિટી અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી બ્રિજનું નિરીક્ષણ કરાવતાં હાજર રહેલાં ખડકી ગામના સરપંચ દ્વારા બિસ્માર હાઇવે માર્ગોથી વાહન ચાલકોને ભોગવવું પડતું નુકસાન અને સ્થળ ઉપર વારંવાર થતાં અકસ્માતો બાબતે વાકેફ કર્યા હતા. અસરકારક રજૂઆત કરતાં ઉપસ્થિત અધિકારીઓએ તાત્કાલિક રીપેરીંગ કામ હાથ ધરવા ખાતરી આપી હતી. જે બાદ આજરોજ હાઇવે ઓથોરિટી દ્વારા રીપેરીંગ કામગીરી હાથ ધરાતા સરપંચ શંકર પટેલે સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.

Most Popular

To Top