Entertainment

સલમાન ખાનની ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ ફિલ્મમાં ભાઈ અસલ રંગમાં છે, પણ જાન મિસિંગ છે…

મુંબઈ: ઇદના (Eid) તહેવારના અવસર પર ચાર વર્ષ બાદ સુપર સ્ટાર સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ (KisiKaBhaiKisiKiJaan) ફિલ્મ રિલિઝ થઈ છે. ચાર વર્ષ બાદ સલમાનની ફિલ્મ થિયેટરના મોટા પડદા પર રિલિઝ થઈ હોવા છતાં તેને સારો રિસ્પોન્સ મળ્યો નથી. ઓછા બુકિંગ બાદ હવે ફિલ્મના રિવ્યૂ (Review ) પણ સારા આવી રહ્યાં નથી. ફરહાદ સામજી દિગ્દર્શીત આ ફિલ્મની વાર્તામાં કોઈ જ દમ નહીં હોવાની વાત સામે આવી છે. વાંચો ફિલ્મનો રિવ્યૂ…

સલમાન ખાનની ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આખરે ઈદના અવસર પર શુક્રવારે સલમાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન (KKBKKJ) રિલિઝ થઈ છે. ફિલ્મની વાર્તા સલમાન ખાન અને તેના ત્રણ ભાઈઓની છે. સલમાન ખાન લગ્ન કરવા નથી માંગતો કારણ કે તેનો ભૂતકાળ છે. ત્યાર બાદ પૂજા હેગડે (Pooja Hegde) ભાઈજાનના જીવનમાં આવે છે અને તેની સાથે બધું બદલાઈ જાય છે. 

પછી કંઈક એવું બને છે કે ભાઈજાનને તેના સાચા રૂપમાં બહાર આવવું પડે છે. આ વાર્તા સાથે એક્શન, રોમાન્સ, ફેમિલી ડ્રામા, વનલાઈનર અને મ્યુઝિક થ્રેડ કરવામાં આવ્યું છે. લગભગ અઢી કલાકની ફિલ્મમાં એ બધો મસાલો હાજર છે, જે ઘણીવાર સલમાન ખાનની ફિલ્મોમાં જોવા મળે છે. માત્ર ખૂટે છે તો સ્ટોરી.

ફરહાદ સામજીના નિર્દેશનમાં સલમાન ખાનનો ટચ સ્પષ્ટ દેખાય છે. ફરહાદનું નિર્દેશન બકવાસ છે. આખીય મૂવીમાં ભાઈજાનનો સ્વેગ બતાવવાનો જ પ્રયાસ કરાયો છે. કોઈપણ ફિલ્મને ચલાવવા માટે તેની સ્ટારકાસ્ટ મહત્વની હોય છે. પરંતુ છેલ્લી કેટલીક ફિલ્મોથી સલમાન ખાન એવી સ્ટારકાસ્ટને તક આપી રહ્યો છે જેમનો એક્ટિંગ સાથે દૂર દૂર સુધી કોઈ જ સંબંધ નથી.

‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું પણ એવું જ છે. ફિલ્મમાં, વેંકટેશ, જગપતિ બાબુ, પૂજા હેગડે અને સલમાન ખાનને છોડીને ઘણા અન્ય તમામ કલાકારો પાસે બળજબરીપૂર્વક એક્ટિંગ કરાવાય હોય તેવું લાગે છે અને એટલે જ ફિલ્મ નબળી લાગે છે. ફિલ્મ બનાવતી વખતે ભાઈજાને એ વાતનું ધ્યાન રાખવું પડશે કે તે મજબૂત કલાકારો સાથે નક્કર ફિલ્મ બનાવી શકે. નહિંતર, હિટ ફિલ્મની રીમેક પણ પત્તાની જેમ વિખેરાઈ શકે છે.

Most Popular

To Top