Charchapatra

સલામ છે, સુરત પોલીસ

શહેરનાં વિવિધ અખબારો પૈકીના અગ્રણી અને વિશ્વાસપાત્ર દૈનિક ‘ગુજરાતમિત્ર’ માં સતત છેલ્લાં એક – બે વર્ષથી જે રીતે વિવિધ ગુના હેઠળના બહુધા પરપ્રાંતીય ગુનેગારો ને એમના, જે તે નગર / શહેર , રાજ્યમાં જઈને દબોચી લેવાની જે રીતે કામગીરી પાર પાડી રહ્યા છે એવા ડી’ સ્ટાફ કહો કે ગુનાશોધક શાખાએ,હાલના સત્તારૂઢ , કાબીલેદાદ કમાન્ડો જેવા શહેર પોલીસ કમિશનર  અજય તોમરની સમગ્ર ટીમને મારા /સુરતીઓના હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન છે. દેશભરના ખૂણે ખૂણેથી સુરત સ્થિત બહુધા પરપ્રાંતીય ગુનેગારોની દૈનિક ગતિવિધિઓ ઉપર બારીક બાજનજર રાખીને ગુના સબબ કડીઓના આધારે કંઈક વર્ષોથી જેઓ અત્રેથી ભાગી ગયા હોય કે,ભાગીને આવેલા હોય એવા દરેક ગુનાના અલગ પ્રકારના ગુનામાં ત્યાં જઈને, કોઈ વીસ વર્ષ પહેલાંના તો કોઈ ત્રેવીસ વર્ષ પહેલાંના,તો વળી કોઈ અઠ્ઠાવીસ વર્ષ પહેલાંના ગુનેગારોને દબોચીને જેલભેગા કરવા જેવી તનતોડ મહેનત અને સંનિષ્ઠ કામગીરી બદલ ખરેખર ધન્યવાદને પાત્ર છે.
સુરત     -પંકજ શાંતિલાલ મહેતા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ભારતથી લૂંટેલા ખજાના પર ક્યા દેશનો અધિકાર?
લગભગ આઝાદી પહેલાંના ભારતમાંથી મૂલ્યવાન ખજાનાની લૂંટ થઈ છે. ભારતના અમૂલ્ય રત્નોની ભેટ સોગાદો રૂપે અથવા છળકપટથી આંચકી લીધા. આ વખતે એક મિશન બ્રિટનની સહેલગાહે મોકલ્યું છે. તેઓ ફક્ત પાણી વલોવવા જ ગયા છે. ધારો કે ભારતનો દાવો સાચો હોય અને ખજાનો આપવા તૈયાર થાય તોય અફઘઆનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ સમાંતરે દાવો માંડયો છે. જે કદી કોઈ પક્ષે ફળીભૂત થાય એમ લાગતું નથી.
રાંદેર      – અનિલ શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top