Charchapatra

બિનઆરોગ્યપ્રદ ખોરાક

આપણે ખાણીપીણીની શોખીન પ્રજા ગણાઈએ છીએ. આપણે ત્યાં ખાસ કરીને શનિવાર અને રવિવારે બહાર હોટલમાં ખાવા જવાનું ચલણ ચાલુ થયું છે. રવિવારે તો ફરજીયાત સાંજે બહાર જ જમીને આવીએ છીએ. રવિવારે હોટલમાં જમવા આપણે કલાક સુધી લાઇનમાં ઊભા રહી આપણા વારાની રાહ જોઈએ છીએ. વધારે રૂપિયા ખર્ચી વાસી બિનઆરોગ્યપ્રદ ખોરાક હોંશે હોંશે ખાઈ ખુશ થઈએ છીએ. તમે જે હોટલમાં જમવા જાવ એ હોટલમાં જમવા પહેલાં એ હોટલના કિચનમાં એક આંટો મારવા જજો. તમે કિચનની હાલત જોઈ જમવાનું માંડી વાળી હોટલ બહાર તરત જ નીકળી જશો. વરસોથી કલર ઉખડી ગયો હોય છે. એક અજબ પ્રકારની દુર્ગંધ મારતી હોય છે. વાંદા ગરોળી ફરતી હોય છે. અર્ધા બગડેલા વાસી ફેકવાના શાકભાજીનો ઢગલો જેમતેમ પડેલો હોય છે. કાળા તેલનો ડબ્બો ખુલ્લો પડેલો હોય છે બેસન લોટમાં માખી ફરતી હોય છે. ખોરાક બનાવનાર માણસો કેટલા દિવસોથી નાહ્યા ધોયા વગરના હોય છે. સ્વચ્છતાનું નામોનિશાન હોતું નથી. એકદમ ગંદકી અને ખરાબ હાલત હોય છે. સૂપ તો એક શાકનો બીજા શાકમાં નાખી દેવાય છે વધેલા ભાત વધેલું શાક બીજા શાકમાં નાખી આપણને પીરસી દેવાય છે.

હમણાં સુરતમાં આરોગ્ય ખાતાના ફુડ વિભાગે લીધેલા નમૂના ફેલ ગયા છે પેસ્ટ્રી કેક મરીમસાલા આઈસક્રીમ આઇસ ગોળા પનીર ચીઝ બિનઆરોગ્યપ્રદ હોવાનું બહાર આવ્યું છે. યુવાવર્ગથી લઇ ઉંમરલાયક વ્યક્તિઓ જુદા જુદા હેલ્થ સપ્લીમેન્ટ ન્યુટસ્યુટિકલ્સ પ્રોડક્ટ લેવામાં આવે છે તે ફેલ થયા છે. માર્કેટમાં મળતા વિવિધ હેલ્થ સપ્લીમેન્ટમાં આપણે સરેઆમ છેતરાઈ રહ્યા છીએ.  માત્ર સુરતની વાત કરીએ તો સેંકડો લારીઓ સેંકડો રેસ્ટોરન્ટ અને ફાસ્ટફૂડ સ્ટોલો આવેલા છે. સ્વાભાવિક છે કે બધે ફુડખાતું પહોંચી શકે એમ નથી. ચાઈનીઝ વાનગીઓમાં થેલાઓ ફ્રેન્કી ફ્રુટ સલાડ થિક સેક ફાલુદામાં પણ ઉતરતી કક્ષા અને મીલાવટી ચીજ વસ્તુઓના હાનિકારક કલરનો ઉપયોગ થાય છે, જે કેન્સરના વધતા જતા પ્રમાણ અને હાર્ટએટેક માટે જવાબદાર છે. બને ત્યાં સુધી ઘરનું શુદ્ધ સ્વાદિષ્ટ પૌષ્ટિક ખોરાક ખાવાનું રાખો. બહાર ખાવાનું ટાળો .તબિયત સારી રહેશે. મગજ શાંત થશે અને બે રૂપિયાની બચત પણ થશે.
સુરત -અબ્બાસભાઈ કૌકાવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ઉત્તમ વેપાર ડ્રગ્સનો
વેપાર કરવા બુધ્ધિ જોઈએ, ઠીક છે. ચીજ વસ્તુ નાની અને ટર્નઓવર કરોડોમાં. મૂળ કથાવસ્તુ એ છે કે મહાન કલાકારનો દીકરો ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડાયો. કાંઈ નહિ બેટા. ‘‘40 કરોડની લાંચ માંગી’’ તપાસ કરનારને ભેરવી દીધો. દૈનિક પેપર, મીડીયામાં પાનાં ભરીને વાત ફેલાવી. તપાસકર્તાએ લાંચ માગી હૈ ? બીજા પણ 11 જણા છે. પેપરના પાનાં ભરાય છે પણ….’’ થેલા ડ્રગ્સના વેપારીનું શું? તપાસ કરનારે 25 કરોડ કે 40 કરોડ લાંચ માંગી. ભાઈ નોકરીની શું જરૂર છે? આ પણ ગુનેગાર ખરો જ. અહીં મૂળ ગુનેગાર છૂટ્ટો ફરે છે.

તપાસકર્તા ભેરવાયો. ‘‘હા ! લાંચ માગી, પણ ક્યારે માગી તમે ડ્રગ્સમાં કારભારી, હેરાફેરી કરી જ છે ત્યારે ને ? તપાસ ત્યારે થાય તમે ગુનો કર્યો ત્યારે ને? ડ્રગ્સનો વેપારી છટકી ના જાય તે જોવાની જવાબદારી જરૂર પોલીસ, તપાસકર્તા, પ્રજાની, (આપણી) પણ મીડીયાની (ગુ.મિત્ર તટસ્થાતાથી લખે છે) ટી.વી. વાળાની કટાર લેખકોની પણ ખરી જ. આખી વાત પ્રજા સમક્ષ મૂકી. આપણે સજાગ રહેવાનું છે. પેલો દીકરો વેપારી છટકી ના જાય – તપાસકર્તા દોષી હોઈ સજા થવી જ જોઈએ.
અછારણ  – ભગવતી છ. પટેલ, – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top