Charchapatra

તળ સુરતનાં માતાજીનાં મંદિરો

શારદીય નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીમાં માતાજીનાં મંદિરોમાં માતાજીની વિશેષ પૂજા,અર્ચના કરવામાં આવે છે. અષ્ટમીના દિવસે મંદિરોમાં નવચંડી યજ્ઞ કરવામાં આવે.નવરાત્રીના દિવસોમાં માતાજીનાં મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવે છે. સુરતના કોટ વિસ્તારનાં લોકો માતાજીનાં મંદિરોમાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. કોટ વિસ્તારમાં અસંખ્ય પૌરાણિક અને સ્થાપિત માતાજીનાં મંદિરો આવેલાં છે. ભાગળ નજીક ૫૦૦ વર્ષ જૂનું અંબાજી મંદિર આવેલું છે. આ વિસ્તાર અંબાજી રોડ તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં મહાકાળી માતાનું મંદિર,આશાપુરી માતાનું મંદિર,મહાલક્ષ્મી માતાજીનું મંદિર,બહુચરાજી માતાજીનું મંદિર આવેલાં છે. બાલાજી રોડ પર મોઢેશ્વરી માતાજીનું મંદિર અને ગાયત્રી માતાનું મંદિર આવેલું છે.

હરીપુરા ભવાનીવડ ખાતે ભવાની માતાજીનું મંદિર આવેલું છે. કોટસફીલ રોડ ઉપર ક્ષત્રિય મઠમાં હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે. એ જ રોડ પર ઔરંગા માતાજીનું મંદિર પણ આવેલું છે.રૂસ્તમપુરામાં આશાપુરી માતાનું મંદિર અને ખોડિયાર માતાનું મંદિર આવેલું છે. સલાબતપુરા વિસ્તારમાં દોરીયાવાડમાં ભવાની માતાજીનું મંદિર,ધામલાવાડમાં દહાણુનાં મહાલક્ષ્મી માતાજીનું મંદિર,રેશમવાડમાં સપ્તશૃંગી માતાનું મંદિર આવેલું છે. નવાપુરામાં સિકોત્રા માતાનું મંદિર,ગોપીપુરામાં ગોરબાઈ માતાજીનું મંદિર જેવાં અનેક મંદિરો સુરતીઓની આસ્તિકતાનું કેન્દ્ર છે.
સુરત     – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top