સચીન તેંડુલકર આ દિવસે સુરતનો મહેમાન બનશે, જૈન સમાજના સમારોહમાં ભાગ લે તેવી ચર્ચાએ જોર પકડ્યું

સુરત : (Surat) દિગ્ગજ ક્રિકેટર (Cricketer) સચીન તેંડુલકર (Sachin Tendulkar) સુરતનો મહેમાન (Guest) બને તેવા સંજોગો ઉભા થયા છે. શહેરમાં આગામી દિવસોમાં ભવ્ય સમારોહ યોજાવા જઈ રહ્યો છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે પધારવા સચીન તેંડુલકરને આમંત્રણ આપવામાં આવ્યું છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે સચીન તેંડુલકર સુરત આવવા તૈયાર થયો છે કે નહીં પરંતુ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે સચીન નવેમ્બરના અંતિમ સપ્તાહમાં સુરતનો મહેમાન બનશે. સચીન સુરત આવવાનો હોય તેની વાતો વહેતી થતાં અત્યારથી જ તેના આગમન અને સ્વાગતની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે.

  • મુંબઇ મેટલના ઉદ્યોગપતિ મુકેશ સંઘવી તેમના સહ પરિવાર સાથે દીક્ષા લેશે
  • મુંબઈના સંઘવી પરિવારને મહાન ક્રિકેટર સાથે પરિવારિક સંબંધ છે

આ અંગે મળતી માહિતી અનુસાર વેસુમાં આગામી 29 નવેમ્બરના રોજ 75 સામૂહિક દીક્ષા મહોત્સવમાં મુંબઈના મેટલના ઉદ્યોગપતિ સહ પરિવાર સાથે દીક્ષા લેનાર છે ત્યારે આ સંઘવી પરિવારનો સચિન તેંડુલકર સાથે પારિવારિક સંબંધ હોવાથી તેમને નિમંત્રણ આપવામાં આવ્યું છે. વેસુ બલ્લર હાઉસ સ્થિત આગામી 29 મી નવેમ્બરના રોજ યોજાનારા દીક્ષા સમારોહમાં દીક્ષાર્થીઓ સંપતિ, વ્યવસાય અને સંબંધોનો ત્યાગ કરીને સંયમના માર્ગ તરફ પ્રયાણ કરશે. જેમાં મુંબઇ મેટલના ઉદ્યોગપતિ મુકેશ સંઘવી તેમના સહ પરિવાર સાથે દીક્ષા લેશે. સંઘવી પરિવારના સચિન તેંડુલકર સાથે પારિવારિક સંબંધ હોવાના કારણે તેમને આ દીક્ષા મહોત્સવમાં આવવાં માટે આમંત્રણ અપાયું છે. જેને લઇન સચિન તેંડુલકર સુરત આવવાની ચર્ચા એ જોર પકડ્યું છે. મુકેશ શાંતિલાલ સંઘવી મૂળ સાંચોરના રહેવાસી છે અને હાલ મુંબઈમાં પોશ એરિયામાં રહે છે. સાંચોરના અતિ ધનાઢ્ય શાંતિલાલજીના ત્રણ પુત્રોમાંના એક પરિવારે પાર્શ્વશાંતિધામમાં વિશાળ જૈન તીર્થની રચના કરી છે. તેઓ મેટલનાં બીઝનેસ સાથે સંકળાયેલા છે. દિવાળીના દિવસે સંઘવી પરિવાર દ્વારા સાચોર શહેરમાં ભવ્ય વર્ષીદાન વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયા હતાં.

નોંધનીય છે કે ક્રિકેટ ગોડ સચીન તેંડુલકરને નિવૃત્તિ લીધાને એક દાયકા જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં ક્રિકેટ ચાહકોમાં તેના પ્રત્યેની લાગણીમાં ઉણપ આવી નથી. હજુ પણ જ્યાં પણ સચીન તેંડુલકર જાય ત્યાં ફેન્સ તેને ઘેરી વળે છે. સચીનનો સુરત સાથે પણ સારો ઘરોબો રહ્યો છે. અહીં રહેતા તેના મિત્રો પાસે તે અવારનવાર મહેમાન બનીને આવતો રહે છે. એકવાર અહીંના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમના ગ્રાઉન્ડ પર સચીન ફ્રેન્ડલી ટી-20 મેચ રમી ચૂક્યો છે.

Related Posts