Business

રશિયા, ભારત અને ચીન

ટ્રમ્પના ઘાસચારાન ખાઈ-ખાઈને અમેરિકન પ્રમુખ ભૂરાંટ થતા જાય છે. સત્તાનાં સૂત્રો સંભાળતાં-વેંત જ એમણે દુનિયાના દેશોના અમેરિકામાં આયાત થતા માલ-સામાન ઉપર આડેધડ ટેરિફ ઝીંકવાનું શરૂ કર્યું છે. એમાંય ભારત સાથે સારી મૈત્રી અદા કરનાર ડોનાલ્ડ ટ્રમ્પે સૌથી વધુ ટેરિફ ઝીંકવાનું શરૂ કર્યું છે. બ્રાઝિલ પણ એમની ઝપેટમાં આવી ગયું છે એટલે તો બ્રાઝિલના પ્રમુખ, ભારતના વડાપ્રધાન મોદીજીને હમણાં જ ફોન કર્યો હતો. ટ્રમ્પના ‘ટેરિફ પગલાં’ ને કારણે હવે ભારતને, રશિયા અને ચીન સાથે ગાઢ સંબંધો બાંધવાનું મન થઈ રહ્યું છે.

એશિયાના આ ત્રણેય દેશ, જો એકમત થાય તો અમેરિકાનું વર્ચસ્વ ઝાંખુ પડી શકે છે. રશિયા અને ચીન સમાન વિચારધારાવાળા દેશો છે. પણ ભારત લોકશાહી દેશ હોવાથી એણે ચીન સાથેના સંબંધોમાં સાવધની રાખવી જરૂરી બનશે કારણ કે ચીન ભારત સાથે ક્યારેય વિશ્વાસપાત્ર દેશ રહ્યો નથી. એ દગાખોર દેશ છે એટલે ભારતે આ બેય દેશોના ત્રિપક્ષીય સમજૂતીમાં ખૂબ જ સાવધ રહેવું પડે એવું મને લાગે છે. બાકી રશિયા તો હંમેશા આપણી સાથે સારા સંબંધો નિભાવતુ રહ્યું છે. આ ત્રિકોણને બદી રીતે સફળતા મળે એવી અભ્યર્થના.
સુરત     – બાબુભાઈ નાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top