SURAT

ટેક્સટાઈલ માર્કેટમાં વેપારી અને કર્મચારીઓનો રેપિડ તેમજ RTPCR રિપોર્ટ હવે આટલા દિવસ માન્ય રહેશે

સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોને ટેક્સટાઇલ (Textile) ટ્રેડર્સના સંગઠનોને પત્ર લખી આરટીપીસીઆર ટેસ્ટ અને રેપિડ ટેસ્ટની સમય મર્યાદા વધારી હોવાની જાણ કરી છે. લિંબાયત ઝોનના ઝોનલ ચીફ આર.જે માકડિયાએ સુરત મર્કન્ટાઇલ એસોસિયેશનના પ્રમુખ નરેન્દ્ર સાબુને પત્ર લખી જાણ કરી છે કે હવે આરટીપીસીઆર ટેસ્ટ 15 દિવસ અને રેપિડ ટેસ્ટ 7 દિવસ સુધી માન્ય રહેશે.અગાઉ આરટીપીસીઆર ટેસ્ટની મર્યાદા સાત દિવસ અને રેપિડ ટેસ્ટની મર્યાદા 3 દિવસની હતી. જેથી ટ્રેડર્સ સંગઠનોએ પાલિકા કમિશનરને રજૂઆત કરી આવી હતી. જેમાં આરટીપીસીઆર ટેસ્ટ 3 દિવસે નીકળતો હોવાથી વેપારીઓ અને અન્ય કર્મચારીઓ (Traders And Workers) માર્કેટમાં આવી શકતા નથી.

ટેસ્ટ રિર્પોટ કરાવ્યા નહી હોવાથી સંસ્થાઓ બંધ કરાવી

સુરતઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા, મનપાએ કોવિડ ગાઈડલાઈનનું પાલન નહી કરનારાઓ સામે લાલ આંખ કરી છે. શહેરના કોમર્શિયલ વિસ્તારોમાં 45 થી વધુની ઉંમરના તમામ લોકોને વેક્સિન વિના કામ-ધંધે નહી જવા મનપાએ અપીલ કરી છે. તેમજ દુકાનદારોએ વેક્સિન અથવા ટેસ્ટ કરાવ્યાનો રીપોર્ટ સાથે રાખવા જણાવાયું છે, તેમ છતાં ઘણા વેક્સિન અને ટેસ્ટ વિના જ કામકાજ પર જતા મનપા દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. રવિવારે મનપા દ્વારા વિવિધ કોમર્શિયલ વિસ્તારોમાં ઝોન દ્વારા 19,562 દુકાનો અને સંસ્થાઓ ચેક કરવામાં આવી હતી. જેમાંથી અંદાજીત 8137 રસી લીધેલી વ્યક્તિ, 11,209 વ્યકિતઓએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમજ 3847 વ્યક્તિએ રસી લીધી ન હતી. અથવા ટેસ્ટ રિર્પોટ કરાવ્યા નહી હોવાથી તેવી સંસ્થાઓ બંધ કરાવવામાં આવી હતી. તો બીજી બાજુ મનપા દ્વારા માસ્ક વિના ફરતા લોકો સામે પણ તવાઈ હાથ ધરવામાં આવી છે. રવિવારે મનપા દ્વારા કુલ 724 વ્યક્તિઓ પાસેથી કુલ રૂા. 5.51 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.

તંત્રએ કડક પગલા ભરવાની ચેતવણી આપી

સુરત : શહેરમાં કોરોનાનો દિનપ્રતિદિન વિસ્ફોટ થઇ રહ્યો છે. શહેરની સ્થિતિ સતત બીજા વર્ષે પણ ઘાતક લાગી ગઇ છે. ત્યારે હવે શહેરમાં આગામી સમયમાં તહેવારોની વણઝાર શરૂ થઇ રહી છે. રમઝાન માસ, ચૈત્રી નવરાત્રી, ચેટી ચાંદ તેમજ ગુડી પડવો જેવા તહેવારોમાં જાહેર કાર્યક્ર્મો કે મેળાવડા થતા હોય છે. જો આવા જાહેર કાર્યક્રમો થશે તો કોરોનાનું સંક્રમણ વધશે. જેથી રાજ્ય સરકારે જાહેર કરેલી કોવિડ-19ની કડક ગાઇડલાઇનનું તહેવારોમાં પાલન કરવાનું રહેશે. જો આ તહેવારોમાં જાહેર કાર્યક્રમ કે લોકોની ભીડ એકત્ર થશે તો તંત્રએ કડક પગલા ભરવાની પણ ચેતવણી આપી છે.

Most Popular

To Top