Vadodara

ત્રણ મેલ એક્સપ્રેસ ટ્રેનોના માર્ગ પરિવર્તીત કરાયા

દાહોદ: દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલવે સ્ટેશન નજીક તાજેતરમાં માલગાડીના 16 જેટલા ડબ્બા પાટા પરથી ખડી પડતા સર્જાયેલ દુર્ઘટનામાં થયેલ નુકસાન થી રેલવે વિભાગની કળ વળી નથી ત્યાં તો રાતે 10 થી 11:00 વાગ્યાના સમયગાળામાં પશ્ચિમ રેલવે રતલામ મંડળ માં સમાવિષ્ટ દાહોદ જિલ્લાના રતલામ મંગલ મહુડી સેકશન વચ્ચે પુનઃ રેલ દુર્ઘટના બનવા પામી હતી. જેમાં અપલાઇનનો 25,000 મેગાવોટનો ઓવરહેડ વાયર તૂટી પડતાં દિલ્હી મુંબઈ વચ્ચેનો બંને તરફનો અપ એન્ડ ડાઉન રેલવે વ્યવહાર ખોરવાયો હતો. આ ઘટનાની જાણ રેલવેના અધિકારીઓને થતા તેઓ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવતા વહેલી પરોઢે ડાઉન લાઇન ચાલુ કરી દેવામાં આવી હતી.

રેલવે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત રાતે 10:00 વાગ્યાની આસપાસ રતલામ થી મુંબઈ તરફ જતી ઈન્દોર પુણે સુપરફાસ્ટ ટ્રેન મંગલ મહુડી રેલવે સ્ટેશન એથી નીકળી હતી. અને ત્યારબાદ એક સિંગલ એન્જિન નીકળ્યું હતું. અને ત્યારબાદ ઇન્દોર થી મુંબઈ જતી અવંતિકા એક્સપ્રેસ ટ્રેન નીકળે તે પહેલા જ 25 હજાર મેગાવોટ નો ઓવર હેડ વાયર અકસ્માતે ક્ષતિગ્રસ્ત થઈ તૂટી જવા પામ્યો હતો. જો ઈન્દોર મુંબઈ અવંતિકા એક્સપ્રેસ ટ્રેન નીકળી તે વખતે જ જો ઓવરહેડ વાયર તૂટતો તો કેટલી ભયાનક દુર્ઘટના સર્જાતી અને ટ્રેનમાં બેઠેલા કેટલાય મુસાફરો વીજ કરંટ લાગતા મોતને ભેટતા તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આવી દુર્ઘટના બને તે પુર્વે સતર્ક બનેલા તંત્રએ યુદ્ધના ધોરણે તપાસ હાથ ધરીને તમામ ઓવરહેડ વાયરીંગની લાઈનોની ચેકિંગ હાથ ધરી હતી.

દાહોદ સ્ટેશને ઇમર્જન્સી સાયરન વાગતા રેલવે તંત્રમાં દોડધામ મચી
લીમખેડા -મંગલ મહુડી સેક્શનમાં અપ લાઈન પર થાંબલા નંબર 517 A/21-23 પર ૨૫ હજાર મેગાવોટનો ઓવરહેડ વાયર તૂટી પડતા દાહોદ રેલવે સ્ટેશન પર ઇમર્જન્સી સાયરન વાગતા રેલ કર્મીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારબાદ અપલાઇન પર ઓવરહેડ વાયર તૂટી ગયાનો બહાર આવતા દિલ્હી મુંબઈ વચ્ચેનું અપ અને ડાઉન લાઈનનો રેલવે વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

રતલામ-વડોદરા રેલ વ્યવહાર 7 કલાક ઠપ્પ
રેલવે તંત્ર દ્વારા બે કલાકની જહેમત બાદ રાત્રીના 1:00 વાગ્યાં સુધી ડાઉનલાઇનનું કાર્ય પૂર્ણ કરી પ્રથમ માલગાડી પસાર કરી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રેલવે દ્વારા તમામ નિરીક્ષણ કર્યા બાદ 12956 મુંબઈથી જયપુર જતી ગણગોર એક્સપ્રેસ ટ્રેનને ડાઉન લાઇન પરથી ડાઉન લાઇન ચાલુ કરી દેવાઈ હતી. વહેલી સવાર સુધી અપલાઇનની સમારકામની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.

Most Popular

To Top