Vadodara

રોડ શોના રૂટ પર કલેક્ટર-કમિશનર ખડે પગે : મેયર મિજબાનીમાં મસ્ત

વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮મી જુને વિવિધ કાર્યક્રમો માટે વડોદરાની મુલાકાતે આવનાર હોવાથી વડોદરા મહાનગર પાલિકા દ્વારા કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં આજ રોજ કરવામાં આવી હતી. જેમાં પાલિકા તંત્ર, પોલીસ અને કલેકટર વિભાગના તમામ અધિકારીઓને સાથે રાખીને એરપોર્ટથી નરેન્દ્ર મોદીના કાર્યક્રમ સ્થળ સુધીની મુલાકાત કરવામાં આવી હતી. ૧૮મી જુને જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં વિવિધ કાર્યક્રમો અંતર્ગત આવનાર હોવાથી કાર્યક્રમ સ્થળ પર લાખો લોકોની જનમેદની ઉમટશે. ત્યારે વડોદરા મહાનગર પાલિકા દ્વારા તેમના આગમનની પૂર્વ તૈયારી પુરજોશમાં કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે વડોદરા શહેરમાંથી ચુંટણી જીત્યા ત્યારે તેમને વડોદરા શહેરમાં રોડ શો કર્યો હતો તેના બાદ ૧૮મી જુને વડાપ્રધાન નરેન્દ્ર મોડી એરપોર્ટ થી લેપ્રસી ગ્રાઉન્ડ સુધી બીજી વાર રોડ શો કરવામાં આવનાર છે. આમ વડોદરા મહાનગર પાલિકા દ્વારા જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવનારે છે ત્યારે તેમના આગમનને લઈને પાલિકા દ્વારા તૈયારીઓના ભાગરૂપે આજ રોજ એરપોર્ટ થી લેપ્રસી ગ્રાઉન્ડ સુધીની રોડની સમીક્ષા કરવામાં આવી હતી. તેમના રોડ શોમાં જે ટેમ્પરરી ઉભા કરેલા દબાણોને આજ રોજ વડોદરા મહાનગર પાલિકા દ્વારા દુર કરવામાં આવ્યા હતા.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે વડોદરા આવવાના હોવાથી ત્યાં પ્રાથમિક સુવિધાથી લઈને જે કંઈપણ સુવિધાનો અભાવ હશે તે હવે વડોદરા મહાનગર પાલિકાના તંત્ર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે દુર કરવા હવે પાલિકા ખચકાશે પણ નહી. વડાપ્રધાન નરેન્દ્રમોદી વડોદરા આવવાના હોવાથી વડોદરા શહેર જીલ્લામાંથી તથા રાજ્યમાંથી લાખો લોકો પધારશે જેને લઈને પાલિકા દ્વારા તેમના ગાડીઓના પાર્કિગની વ્યવસ્થા તેમની પ્રાથમિક સુવિધા પુરી પાડવા માટે તંત્ર સજ્જ થયું છે.

૩૫૦૦ થી ૪૦૦૦ સુધીના વાહનની પાર્કિગ વ્યવસ્થા ઉભી કરાશે
માનનીય વડાપ્રધાન જયારે વડોદરા આવવાના હોય ત્યારે તેમેના રોડ શોના રૂટ ટેમ્પરરી દબાણ કરીને ઉભા રહેતા તે લોકોન સીસ્તેમેતિક કરાયા હતા. રોડનું પેચ વર્ક, રોડ રસ્તા લાઈટો, ઝાડનું ત્રીમીંગ, ટ્રાફિક સિગ્નલ અને ૩૫૦૦ થી ૪૦૦૦ સુધીના વાહનની પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જયારે રડો રસ્તાની બાજુની ખાલી દીવાલ પર સ્વ્ચ્તાનાના સંદેશો અને સરકારી યોજનાના સદેસો ચિત્ર સ્વરૂપે દોરવામાં આવશે. – ડો.હિતેન્દ્ર પટેલ, સ્થાયી સમિતિ ચેરમેન

કોર્પોરેટરો સાથે મેયર AC કેબિનમાં ખમણ પાર્ટીની મજા માણતા હતા
વડાપ્રધાન ચુંટણી જીત્યા બાદ રોડ શો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ બીજો રોડ શો યોજવા જઈ રહ્યો છે. ત્યારે મેયરે સોમવારે શહેરના દરેક કોર્પોરેટર સાથે ચર્ચા કરવા માટે બોલાવ્યા હતા. મેયર તથા કોપોરેટર દ્વારા તે સમયેજ જ ખમણની મિજબાની શરૂઆત કરાઇ હતી. મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮મી જુને આવવાના હોય ત્યારે શહેરના કોર્પોરેટરે પોતપોતાના વિસ્તાના લોકો જોડે સંપર્કમાં રહે જેથી કરીને પ્રધાનમંત્રીની વાત લોકો જોડે સીધી પહોચે તે માટે સભા સ્થળ સુધી લઇ જવાની વાત હોય, રોડ શોની વાત હોય કે આ કાર્યક્રમમાં અલગ અલગ કલર પુરવાની વાત હોય તો કોર્પોરેટરના માધ્યમથી લોકો સભા સ્થળે એકઠા થાય તે માટેની આ ચર્ચા હતી.

Most Popular

To Top