World

આ સૌપ્રથમ રોબોટ કલાકાર લોકોના ચિત્રો પણ દોરી શકે છે!

યંત્ર માનવો હવે જાત જાતના કાર્યો કરી શકે છે પણ લોકોને જોઇને આબેહૂબ તેમના ચિત્રો દોરવા એ યંત્ર માનવ કે રોબોટ માટે લગભગ અશક્ય જેવું હતું પણ હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિન્સ(એઆઇ) ટેકનોલોજીને કારણે એ પણ શક્ય બન્યું છે અને બ્રિટનમાં વિશ્વનો સંભવત: પ્રથમ એવો રોબોટ તૈયાર થયો છે જે લોકોને જોઇને તેમના ચિત્રો દોરી શકે છે.

આ રોબોટને મહિલા સ્વરૂપ આપવામાં આવ્યું છે અને તેનું નામ આઇ-ડા રાખવામાં આવ્યું છે. આ નામ ૧૯મી સદીના મહાન મહિલા ગણિતશાસ્ત્રી અડા લવલેસના નામ પરથી રાખવામાં આવ્યું છે.

ઑક્સફર્ડ આર્ટ ગેલેરીના માલિકો આઇડન મેલર અને ક્યુરેટર લ્યુસી સીલે આઇ-ડાનો ખયાલ રજૂ કર્યો હતો અને એઆઇ ટેકનોલોજીની સહાયથી માનવીય સ્વરૂપ આપીને બનાવાયેલા આ રોબોટ પોતાની આંખ વડે લોકોને જોઇને પોતાના યાંત્રિક હાથમાંની પેન્સિલ વડે તેનામાં બેસાડવામાં આવેલ કૃત્રિમ બુદ્ધિમતાનો ઉપયોગ કરીને લોકોના ચિત્રો દોરી શકે છે.

અત્યાર સુધીમાં આઇ-ડાએ અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઇને પોતાના જ ચિત્રો દોર્યા છે અને તે આબેહૂબ તેના જેવા જ દેખાય છે. જો લૉકડાઉનના નિયમો હળવા થાય તો તેણે દોરેલા આ ચિત્રો મે અને જૂનમાં લંડનના ડિઝાઇન મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવાનું આયોજન છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top