Comments

કોંગ્રેસ માટે જોખમનો જ વિકલ્પ હતો?

ચાર રાજયો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાઓની ચાલી રહેલી ચૂંટણીના ઓછાપા હેઠળ, બે મહિનામાં પ્રમુખની ચૂટણી પર નજર રાખી રહેલા કોંગ્રેસ સાથે સૂક્ષ્મતા અને ગૂંચવાડાં જોડાઇ ગયા છે. સૂક્ષ્મતા 23 નેતાઓના જાણીતા જૂથે સર્જેલું કમઠાણ નાબૂદ કરવાની સૂક્ષ્મતાભરી કામગીરી અત્યારે ચાલી રહી છે. અહમદ પટેલના નિધન સાથે અંકુશની સ્પષ્ટરેખા ભૂંસાઇ ગઇ  છે.

બળવાખોરો પક્ષના નવા પ્રમુખ ચૂંટવા માટે અને જરૂર પડે કોંગ્રેસ કારોબારી રચવાનો વ્યાયામ કરવા માટે પણ રાહ જોઇ રહ્યા છે. વિધાનસભા અને કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીએ તેમને શ્વાસ લેવાનો સમય આપ્યો છે પછી ભલે બળવાખોરોમાં ભાગલા પાડવાના શરૂ થયા હોય ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, રાજયસભામાં પક્ષના નેતા આનંદ શર્મા સિવાયના બીજા મોટા ભાગના બળવાખોરો હવે છૂટા પડી રહ્યા છે.

વિધાનસભાની ચૂંટણીઓએ 23 બળવાખોરોના જૂતને પોતાની તાકાત ફરી પ્રાપ્ત કરવા અને પોતાની મરજી મુજબ નહીં થાય તો સંગઠ્ઠનની ચૂંટણી માટે પ્રહાર કરવા થોભવાનું બહાનું પૂરું પાડયું છે તો પક્ષના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને અને તેમના સલાહકારોને વ્યૂહ ગોઠવવા માટે જરૂરી મોકળાશ આપી છે.

જોકે તેની પાછળનો હેતુ બળવાખોરોની કડવાશ ઘટાડવાનો જ નહીં પણ આવતા મે-જૂનમાં જાહેર થનારી પોતાની સંભવિત યોજનાનો અમલ કરવાનો પણ છે. દબાણ હેઠળ ચૂંટણી કરવાને બદલે પોતાનો હાથ ઊંચો રાખવાનો માર્ગદર્શક સિધ્ધાંત તેમનો લાગે છે.

વિધાનસભાઓની ચૂંટણી અત્યારે તેના મધ્યાહને છે. પક્ષના સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર પણ થઇ ગઇ છે અને તેમાં અપેક્ષા મુજબ જ બળવાનો મુખ્ય સૂત્રધારોને બાજુ પર રાખી 23 બળવાખોરોમાંથી કેટલાંકનાં નામ છે તેની પાછળની ગણતરી બળવાખોરોમાંથી જેટલાને મનાવી શકાય તેટલાનો દાણો ચાંપી જોઇ આઝાદ, શર્મા અને સિબ્બલને દૂર રાખવાની ગણતરી મંડાઇ છે. એ જુદી વાત છે કે આ નેતાઓ પણ તેમના ટેકેદારોને બાજી બગડતી અટકવા શાંત રહેવા સમજાવ્યું હોવાનું શીખ્યા છે.

વિધાનસભાઓની ચૂંટણીમાં કોંગ્રેસનું ધ્યાન આસામ, કેરળ પર વધારે છે જયાં પક્ષ ફરી સત્તા પર આવવાની તકનો તાગ લઇ રહ્યો છે. તામિલનાડ અને પોંડિચેરીમાં પણ તે દ્રવિડ મુનેત્રકળગમ્ અને સાથી પક્ષો સાથે નસીબ અજમાવે છે. બળવાની સ્થિતિમાં કોંગ્રેસના સંગઠ્ઠનની દૃષ્ટિએ ચૂંટણી પ્રચારની અરજ રચના માટે પણ સૂક્ષ્મ કારીગરી જણાય છે.

બળવાખોર નેતાઓને ચચરી ઊઠે એ રીતે તેમને ચૂંટણીની કામગીરીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા અને તેનું પ્રતિબિંબ પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી અને પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા જે રીતે ચૂંટણી પ્રચાર કરે છે તેમાં પડે છે. પ્રિયંકાની કામગીરી ઉત્તરપ્રદેશ પુરતી જ સીમિત રાખવામાં આવી હોવા છતાં પ્રિયંકાએ આસામ અને દક્ષિણમાં કેરળમાં પ્રચાર ઝુંબેશ હાથ ધરી સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

તેમને માટે અને પક્ષ માટે લાંબા ગાળાની શું યોજના આની પાછળ છે? પક્ષમાં ઘણા માને છે કે પક્ષ હજી ગુંચવાડામાં છે તેનું લક્ષણ બિનઆયોજિત ચૂંટણી પ્રચાર છે. રાહુલ અને પ્રિયંકા કઇ રીતે કામ કરે  છે? અલગ રહીને?

કોંગ્રેસનું આ લક્ષણ છે, પણ પ્રિયંકા અને રાહુલ કોઇ પણ યોજના વગર કામ કરતા હોવાનું માનવાનું મુશ્કેલ છે. આસામ અને કેરળમાં પક્ષ જીતે તો તેની રાહુલ-પ્રિયંકા અને કોંગ્રેસના ભવિષ્ય પર લાંબી અસર પડશે. આ ભાઇ બહેનની સર્વોપરિતા પક્ષમાં સ્થાપિત કરવાની મોટી યોજના લાગે છે. પક્ષને જીત અપાવવાનો એન સોનિયા ગાંધીની સર્વોપરિતાને પડકારનારાઓને ચૂપ કરવાનો આનાથી વધુ સારો અવસર બીજો કયો હોઇ શકે?

પક્ષના વરિષ્ઠોને સાંકળ્યા વગર રાહુલ- પ્રિયંકાના જોરે જંગ ખેડવા નીકળીને કોંગ્રેસનું પ્રથમ પરિવાર એક ખૂબ મોટું જોખમ ખેડી રહ્યું છે. જીત મળે તો ભાઇ-બહેનની જોડીનો જયજયકાર થશે પણ હાર મળે તો શું?

નિર્દેશ એવા છે કે કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળનો સંયુકત મોરચો અને માર્કસવાદી આગેવાની હેઠળનો ડાબેરી મોરચો વચ્ચે કટ્ટર જંગ ચાલી રહ્યો છે. રાજયમાં એક પછી એક બંને મોરચા સત્તા પર આવતા હોવાથી અત્યારે સંયુકત લોકતાંત્રિક મોરચાની તક છે. આમ છતાં ડાબેરી મોરચો પરંપરા તોડે પણ ખરો, છતાં ક્રમશ: જે ઘટનાક્રમ આકાર લઇ રહ્યો છે તે જોતાં કોંગ્રેસ આશાવંત બને છે.

આસામમાં કોંગ્રેસ ભારતીય જનતા પક્ષ સામે ગજબની ટકકર આપી રહ્યો છે અને તેને માટે સ્થાનિક પક્ષો સાથેનું તેનું સમયસરનું જોડાણ અને રાહુલ-પ્રિયંકાની કામગીરીને યશ અપાય.

ચૂંટણી પરિણામ ગમે તે આવે પણ કોંગ્રેસ કોઇની શેહ-શરમમાં આવ્યા બાદ પોતાનું ભાવિ ઘડવા સજજ છે. રાહુલ-પ્રિયંકાએ પક્ષના વરિષ્ઠો પ્રત્યેનો સમાધાનકારી સૂર બંધનથી કર્યો. આ ચૂંટણી વિપક્ષ એકતા માટે પણ કેડી કંડારશે જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષનો કાંઠલો પકડી શકશે.

ભારતીય જનતા પક્ષ અને તૃણમૂલ કોંગ્રેસ સામે લડત આપવા કોંગ્રેસે ડાબેરી પક્ષોનો પાલવ પકડયો હોવા છતાં રાહુલ-પ્રિયંકા ત્યાં કોંગ્રેસ માટે પ્રચાર કરવાની યોજના નથી ધરાવતા. કેટલાક લોકો માને છે કે તૃણમૂલ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાને બદલે ડાબેરી પક્ષો સાથે સમજૂતી કરવા પાછળ કોંગ્રસનો હેતુ એ હતો કે વિરોધ પક્ષનું સંપૂર્ણ સ્થાન ભારતીય જનતા પક્ષને ન આપવું. રાહુલ-પ્રિયંકાએ ચૂંટણીનું સેનાપિતપદ સ્વીકારીને આંધળુંકિયા નથી કર્યાં. સુષુપ્ત પડી રહેવા કરતાં જોખમ લીધેલું સારું.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top