Madhya Gujarat

રોકડીયા હનુમાનજી મંદિર ખાતે ધાર્મિકોત્સવ ઉજવાશે

આણંદ : આણંદના રોકડીયા હનુમાનજી મંદિર ખાતે સર્વાવતારી ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી ચૈત્ર પૂનમ 16મી એપ્રીલના રોજ હનુમાન પ્રાગટ્યોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. આ પ્રસંગે ષોડશોપચારે પૂજન, અભિષેક, મારૂતી યજ્ઞ, અન્નકુટ આદીનુ દિવ્ય આયોજન કરવામાં આવશે. સાંજે 5.30 કલાકે યજ્ઞની પૂર્ણાહુતીમાં વડતાલ પીઠાધીશ્વર આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા બ્રહ્મનિષ્ઠ સંતો પધારી દર્શન આશીર્વાદનો અલભ્ય લાભ આપશે. સવારે 04.30 થી રાત્રે 11.30 સુધી ખમણ અને બુદ્દીનો પ્રસાદ વહેંચવામાં આવશે. આ ઉત્સવમાં જે હરિભક્તોને યજ્ઞમાં લાભ લેવાની તથા અન્ય સેવા નોંધાવવાની ઈચ્છા હોય તેમણે ઓફીસમાં સંપર્ક કરવો. સવારે 04.30 મંગળા આરતી, 06.15 થી 6.45 કલાકે ષોડશોપચારે પૂજન તથા પંચામૃત અભિષેક, 06.50 થી 07.10 પ્રસાદીના કૂવે હરિકૃષ્ણ મહારાજનુ પૂજન તથા અભિષેક, 07.15 શણગાર આરતી, 08.30 કલાકે મારૂતી યજ્ઞનો પ્રારંભ, યજ્ઞનો સમય સવારે 08.30 થી 12.30 કલાકે, સાંજે 03.00 થી 06.00 કલાકે, 05.30 કલાકે પ.પૂ.ધ.ધુ. 1008  આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ્દ હસ્તે યજ્ઞની પૂર્ણાહુતિ તથા મહારાજશ્રી તથા બ્રહ્મનિષ્ઠ સંતોના આશીર્વાદ, 07.00 કલાકે સંધ્યા આરતી, 11.30 કલાકે શયન આરતી. આ કાર્યક્રમમાં સૌ હરિભક્તોને પધારવા હાર્દિક આમંત્રણ છે.

Most Popular

To Top